AR Rahmanના પુત્ર AR Ameenનો માંડ માંડ બચ્યો જીવ, સેટ પર સુરક્ષા મામલે સિંગરે ઉઠાવ્યા સવાલો
AR Rahman On Son AR Ameen Accident: એઆર રહેમાનનો પુત્ર એઆર અમીન તાજેતરમાં સેટ પર એક ગીતના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યો હતો. આ મામલે એઆર રહેમાનનું નિવેદન સામે આવ્યું છે.
AR Rahman On Son AR Ameen Accident: સંગીતકાર એઆર રહેમાનનો પુત્ર એઆર અમીન તાજેતરમાં સેટ પર એક ગીતના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યો હતો. જો કે, તે સારી વાત છે કે આ દરમિયાન તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી.હવે આ મામલે એઆર રહેમાનનું નિવેદન સામે આવ્યું છે અને તેણે શૂટિંગ સેટ પર વધુ સારી સુરક્ષા વ્યવસ્થાની વાત કરી છે.
AR Rahmanના પુત્ર AR Ameenનો માંડ માંડ બચ્યો જીવ
એઆર રહેમાને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "થોડા દિવસો પહેલા મારો પુત્ર એઆર અમીન અને તેની સ્ટાઇલીંગ ટીમ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયા હતા. ચમત્કારિક રીતે ભગવાનની કૃપાથી ફિલ્મ સિટી, મુંબઈમાં અકસ્માત બાદ કોઈને ઈજા થઈ નથી. અમારા વ્યવસાયને આગળ ધપાવીએ, અમારે ભારતીય સેટ્સ અને સ્થાનો પરના વિશ્વ કક્ષાના સલામતી ધોરણોથી વાકેફ રહેવાની જરૂર છે. આ ઘટનાથી અમે ખૂબ જ ભયભીત છીએ. આ ઘટનાની જાણ વીમા કંપની તેમજ પ્રોડક્શન કંપની ગુડફેલાસ સ્ટુડિયો દ્વારા કરવામાં આવી છે. તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.
View this post on Instagram
અગાઉ લાંબા ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં તેણે ખુલાસો કર્યો હતો કે ગીતના શૂટ દરમિયાન સેટ પરનું ઝુમ્મર, જે ક્રેન પર લગાવેલું હતું. જે અચાનક નીચે પડ્યું હતું જો કે સદનસીબે અમીનને કઈ વાગ્યું ના હતું. જો કે તે ડરી ગયો હતો.
સેટ પર સુરક્ષા મામલે સિંગરે ઉઠાવ્યા સવાલો
આ સમયગાળા દરમિયાન કેટલીક તસવીરો શેર કરતાં અમીને લખ્યું, "હું મારા માતા-પિતા, પરિવાર, શુભચિંતકો અને મારા આધ્યાત્મિક શિક્ષકનો આભાર માનું છું કે હું આજે સુરક્ષિત અને જીવિત છું. હું એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો અને મને વિશ્વાસ હતો. @myqyukiની એન્જિનિયરિંગ ટીમ સલામતીનું ધ્યાન રાખશે અને હું કેમેરાની સામે પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. જ્યારે હું તેની બરાબર મધ્યમાં હતો ત્યારે એક ક્રેન પર લટકેલું મોટું ઝુમ્મર ધડામ કરતું નીચે પડ્યું જો કે તે મારા નજીકમાં જ પડ્યું હું ડરી ગયો પરંતુ હું ભગવાનનો આભાર પણ માનું છું કે હું બચી ગયો જ૦ઓ ઝુમ્મર થોડું પણ આઘુપાછું પડ્યું હોત તો મારો જીવ ના બચી શકત. હું અને મારી ટીમ હજુ પણ આઘાતમાં છીએ
તેમના પુત્રની પોસ્ટના જવાબમાં એઆર રહેમાને ટિપ્પણી કરી, "મેજિકલ સ્કેપ." સિંગર હર્ષદીપ કૌરે ટિપ્પણી કરી, "ભગવાનનો આભાર તમે ઠીક છો." રમીનની બહેન ખતિજા રહેમાને લખ્યું, "આમીન. હું કલ્પના કરી શકતી નથી કે આવું કેવી રીતે થયું. અમારી પ્રાર્થના અને પ્રેમ હંમેશા તારી સાથે છે ડાર્લિંગ ધ્યાન રાખજો." જણાવી દઈએ કે અમીને 2015ની તમિલ ફિલ્મ ઓ કાધલ કાનમાનીથી પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેમણે વિવિધ ભાષાઓમાં ગીતો ગાયા છે, જેમાં નવીનતમ ગીત "સોરાવલ્લી પોન્નુ" છે.