Zareen Khan Arrest Warrant: સલમાન ખાનની આ હિરોઈન સામે કોર્ટે એરેસ્ટ વોરંટ જારી કરતા બોલિવૂડમાં ખળભળાટ
Zareen Khan Arrest Warrant: બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
Zareen Khan Arrest Warrant: બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. વાસ્તવમાં, અહીં એક કંપનીએ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઝરીન ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ
અભિનેત્રી સામે વર્ષ 2018માં 6 ઈવેન્ટમાં હાજરી ન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોલકાતા અને ઉત્તર 24 પરગણામાં 6 કાલી પૂજા કાર્યક્રમોમાં હાજરી ન આપવા બદલ તેમની સામે ફરિયાદો મળી હતી. આ ફરિયાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વતી નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. મામલો સામે આવ્યા બાદ આ મામલે ઝરીન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. આ અંગે કોંગ્રેસ નેતા કમરૂ ચૌધરીએ ટ્વિટ પણ કર્યું હતું, ઝરીન ખાન સામે ધરપકડ વોરન્ટ જાહેર થતા બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો.
Arrest Warrant issued against actor Zareen Khan for fraud of ₹13 Lakhs . Chargesheet filed by Kolkata Police.
— Kamru Choudhury (@Kamru_Choudhury) September 17, 2023
સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત કરી હતી
ઝરીન ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2010માં સલમાન ખાન સાથેની ફિલ્મ 'વીર'થી કરી હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રીને ઘણી ખ્યાતિ પણ મળી હતી. પરંતુ થોડા સમય પછી, દર્શકોએ અભિનેત્રીના કામની પ્રશંસા કરવાને બદલે, કેટરીના કૈફ સાથે તેના દેખાવની તુલના કરવાનું શરૂ કર્યું. જે બાદ અભિનેત્રી ધીરે-ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.
ઝરીને કેટરિના સાથેની સરખામણી પર કહી હતી આ વાત
અભિનેત્રીએ થોડા સમય પહેલા કેટરિનાની સરખામણીમાં પોતાનું મૌન તોડ્યું હતું. આ અંગે ઝરીન ખાને કહ્યું હતું કે, જ્યારે મારી સરખામણી કેટરિના સાથે થાય છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. કારણ કે હું પોતે પણ તેની મોટી પ્રશંસક છું અને મને તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ સરખામણીએ મારી કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી હતી. સરખામણીને કારણે ઇન્ડસ્ટ્રીના લોકોએ મને મારી કુશળતા સાબિત કરવાની તક આપી ન હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial