કન્ફર્મ: ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે આર્યન ખાન, ખુશીથી ઝૂમી ઉઠયા શાહરૂખ-ગૌરી
Aryan Khan: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાને ડેબ્યુ કરવાની જાહેરાત કરી. આર્યન ખાને સ્ક્રિપ્ટ પર કામ પૂરું કરી લીધું છે અને હવે તે ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે. તેણે એક તસવીર શેર કરીને તેની જાણકારી આપી હતી.
Aryan Khan's debut: તમામ અટકળો બાદ આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાને પોતાના ડેબ્યુની જાહેરાત કરી છે. આર્યન ખાને સ્ક્રિપ્ટ પર કામ પૂરું કરી લીધું છે અને હવે તે ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે. આર્યનને અભિનયમાં નહીં પરંતુ નિર્દેશનમાં રસ છે. શાહરૂખ આ પહેલા પણ ઘણા ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યો છે. હવે આર્યને એક તસવીર શેર કરીને કન્ફર્મ કર્યું છે કે તે ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહ્યો છે. એ વાત કન્ફર્મ છે કે તે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ પોતાનો પહેલો પ્રોજેક્ટ બનાવશે.
પ્રોજેક્ટની ઝલક
આર્યનએ તેના પહેલા પ્રોજેક્ટની ઝલક બતાવી છે. પૂલ ટેબલ પર આર્યન ખાન લખેલી સ્ક્રિપ્ટ દેખાય છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું ક્લેપ બોર્ડ સ્ક્રિપ્ટની પાસે રાખવામાં આવ્યું છે. આર્યનએ તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'રાઇટિંગ ખતમ થયું... એક્શન કહેવાની રાહ જોઈ રહ્યો છે.' આર્યનને હજુ સુધી તે જણાવવાનું બાકી છે કે તેના પ્રથમ પ્રોજેક્ટની શૈલી અથવા નામ શું હશે.
View this post on Instagram
શાહરૂખ અને ગૌરીએ શું કહ્યું?
શાહરૂખે આર્યનની પોસ્ટ પર લખ્યું, 'વાહ... વિચાર્યું... ભરોસો કર્યો... સપનું જોયું... હવે હિંમત બતાવો... પ્રથમ પ્રોજેક્ટ માટે શુભકામનાઓ, તે હંમેશા ખાસ હોય છે.' ગૌરીએ લખ્યું, 'પ્રતીક્ષા.' તેના સિવાય બોલિવૂડ સેલિબ્રિટીઝની કોમેન્ટ્સનો ધમધમાટ હતો. શનાયા કપૂરે કહ્યું, 'વાહ.' મહિપ કપૂરે લખ્યું, 'વેઇટિંગ આર્યન.' ભાવના પાંડેએ કહ્યું 'અભિનંદન, ઘણો પ્રેમ.
બિઝનેસ પ્રોજેક્ટમાં પણ સક્રિય
અગાઉ એવા અહેવાલ હતા કે આર્યન વેબ સિરીઝ દ્વારા ડેબ્યૂ કરવાનો છે અને હાલમાં તે સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. આ પ્રોજેક્ટ આવતા વર્ષે ફ્લોર પર જશે. આર્યન શાહરૂખના ઘણા બિઝનેસ પ્રોજેક્ટ્સમાં એક્ટિવ દેખાય છે. ગયા વર્ષે તે અને સુહાના ખાન T20 ટ્રોફી લોન્ચ પ્રસંગે દુબઈ પહોંચ્યા હતા.
સુહાનાની ફિલ્મ આવતા વર્ષે આવશે
આર્યન સિવાય સુહાના ખાન આવતા વર્ષે ડેબ્યૂ કરશે. તે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.