![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aryan Khan Bail: આજે પણ જેલમાં જ રહેશે આર્યન ખાન, જેલરે કહ્યું- નિયમ કોઈ માટે બદલશે નહીં
બેલ ઓર્ડર સાડા પાંચ વાગ્યા સુધીમાં જેલને મળ્યો નહોતો અને તેથી જ હવે આર્યન ખાન આજે નહીં, પરંતુ આવતીકાલે 30 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવશે.
![Aryan Khan Bail: આજે પણ જેલમાં જ રહેશે આર્યન ખાન, જેલરે કહ્યું- નિયમ કોઈ માટે બદલશે નહીં Aryan khan not released from jail srk s son not to go home today Aryan Khan Bail: આજે પણ જેલમાં જ રહેશે આર્યન ખાન, જેલરે કહ્યું- નિયમ કોઈ માટે બદલશે નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/43ad242e8aa67dc21a69d803d4605a12_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aryan Khan Bail: Aryan Khan Bail: ડ્રગ્સ કેસમાં જામીન મળ્યાના બીજા દિવસે પણ આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી બહાર નિકળી નહી શક્યો નથી. આર્થર રોડના જેલરે કહ્યું કે આજના દિવસે અંતિમ વખત જામીન પેટી ખુલી છે. તેમણે કહ્યું નિયમ કોઈ માટે બદલશે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે આર્યનનો વ્યવહાર જેલમાં અત્યાર સુધી સારો રહ્યો છે. તેનો મતબલ હવે આર્યન શનિવારે સવારે જેલમાંથી બહાર આવશે. આર્યન ખાનને જામીન મળ્યા બાદ શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ બેલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, બેલ ઓર્ડર સાડા પાંચ વાગ્યા સુધીમાં જેલને મળ્યો નહોતો અને તેથી જ હવે આર્યન ખાન આજે નહીં, પરંતુ આવતીકાલે 30 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવશે.
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જામીન આપ્યા હતા. બાદમાં આજે હાઈકોર્ટે સાડા ત્રણ વાગ્યે ઓર્ડર જારી કર્યો હતો. હાઇકોર્ટે આર્યન ખાન માટે પાંચ પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો છે. આર્યનને એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટની શરત પ્રમાણે, દર શુક્રવારે આર્યન ખાને NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે. કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપી શકશે નહીં. બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ સેશન્સ કોર્ટ જઈને આર્યન માટે બેલ બોન્ડ ભર્યો હતો. ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે બેલ ઓર્ડર લઈને આર્થર રોડ જેવા નીકળ્યા હતા.
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે.. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને NCB ટીમે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝમાંથી અટકાયતમાં લીધા હતા. જાણીએ જયારે જેલમાં રહેલા આર્યન ખાનને જામીન અંગે જાણ કરવામાં આવી ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી.
જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, જેલના સળિયા પાછળ રહેલા આર્યન ખાનને સાંજે 6 વાગ્યે ભોજન આપતી વખતે તેની જામીન અંગે જાણ કરવામાં આવી હતી. જામીનના સમાચાર સાંભળીને આર્યન ખાન ખડખડાટ હસી પડ્યો અને તેણે જેલ સ્ટાફને 'થેંક્સ' કહ્યું. જોકે માહિતી સામે આવી છે કે આર્યન ખાને ડિનર નહોતું લીધું.
એવી માહિતી પણ મળી રહી છે કે, લગભગ 21 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યન ખાનની બેરેકના કેટલાક કેદીઓ સાથે ઓળખાણ થઈ છે. આર્યન ખાને આ કેદીઓના પરિવારને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે. આ સાથે તેમને કેદીઓ સામે ચાલી રહેલા કેસોમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)