Video: નવા વર્ષના જશ્નમાં ડૂબી ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા, ડાન્સથી ફેન્સને બનાવ્યા દિવાના
નવા વર્ષની શરૂઆત થોડા જ કલાકોમાં થશે. આવી સ્થિતિમાં ચારેબાજુ ઉજવણીનો માહોલ છે. નવા વર્ષને ધામધૂમથી આવકારવા દરેક લોકો તૈયાર છે.

Monalisa New Year Celebration: નવા વર્ષની શરૂઆત થોડા જ કલાકોમાં થશે. આવી સ્થિતિમાં ચારેબાજુ ઉજવણીનો માહોલ છે. નવા વર્ષને ધામધૂમથી આવકારવા દરેક લોકો તૈયાર છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પણ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક ઝલક બતાવી છે. સમગ્ર દેશમાં નવા વર્ષને આવકારવા માટે યુવાધન તૈયાર છે.
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી હતી
ભોજપુરી સેન્સેશન મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નવા વર્ષનું ખુલ્લા દિલથી સ્વાગત કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મોનાલિસા ગોવામાં પોતાનું નવું વર્ષ સેલિબ્રેટ કરી રહી છે, જ્યાં તે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
મોનાલિસાનો આ વીડિયો કેટલીક ક્લિપ્સ અને કેટલાક ફોટાને જોડીને બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે હું ખૂબ જ સારું અનુભવી રહી છું. ભગવાન આપનો આભાર..'
View this post on Instagram
તેના ડાન્સ મૂવ્સથી ચાહકોને મોહિત કર્યા
તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ્સનુ પૂર આવ્યું છે. તેના આ વીડિયો પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, 'વાહ... તમે ખૂબ જ સુંદર છો.' તો ઘણા લોકોએ તેના ડાન્સ મૂવ્સની ખૂબ પ્રશંસા કરી.
તમને જણાવી દઈએ કે, પોતાના અભિનયના આધારે મોનાલિસાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. તેનું નામ ટોચની હિરોઈનોમાં સામેલ છે. ભોજપુરી સિવાય મોનાલિસા બિગ બોસ 10 અને નચ બલિયે જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. હોટ તસવીરો શેર કરી મોનાલિસા સતત ચર્ચામાં રહે છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
