શોધખોળ કરો

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!

લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા લાઈવમાં વ્યક્ત કરી વેદના, ઠાકોર સમાજના કલાકારોને પણ સન્માન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી.

  • ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર થયા નારાજ
  • વિધાનસભામાં ગુજરાતના કલાકારોને બોલાવી સન્માન કરાતા નારાજ
  • ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવાતા દુઃખ વ્યક્ત કર્યું
  • જે કલાકારો આવ્યા તે બધા સન્માનને યોગ્ય જ હતાઃ વિક્રમ ઠાકોર

Vikram Thakor latest news: ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાવવામાં આવ્યા નથી, ત્યારે તેમને દુઃખ થયું હતું. એક મિત્રએ પણ તેમને ફોન કરીને આ બાબતે ધ્યાન દોર્યું હતું, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી.

નવઘણજી ઠાકોરે પણ આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા, જે યોગ્ય નથી.

વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોના જૂથ બની ગયા છે અને તેના કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે.

વિક્રમ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે, જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજ ખૂબ મોટો છે અને દરેક પક્ષને સમર્થન કરે છે, તેથી સમાજના કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિક્રમ ઠાકોરની આ નારાજગી અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget