Spirit: દીપિકાને બદલે તૃપ્તિ ડિમરીની પસંદગી, પ્રભાસ સામે પ્રથમ વખત જોવા મળશે
આજે શનિવારે 'સ્પિરિટ'ના નિર્માતાઓએ ફિલ્મની અભિનેત્રીનું નામ જાહેર કર્યું છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકા ભજવશે.

મુંબઈ: થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે દીપિકા પાદુકોણ ફિલ્મ 'સ્પિરિટ'માં જોવા મળશે. આ માટે તેણે ભારે ફી લીધી છે. પછી સમાચાર આવ્યા કે દીપિકાએ ફિલ્મ છોડી દીધી છે. જોકે, એ સ્પષ્ટ નથી કે દીપિકાએ ફિલ્મ છોડી દીધી કે તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. પરંતુ, આ સમાચારો વચ્ચે આજે શનિવારે 'સ્પિરિટ'ના નિર્માતાઓએ ફિલ્મની અભિનેત્રીનું નામ જાહેર કર્યું છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકા ભજવશે.
મેકર્સે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી
ટી-સીરીઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ સાથે ફિલ્મ 'સ્પિરિટ' માં તૃપ્તિ ડિમરીની જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે, “એક નવી મજબૂત ઓન-સ્ક્રીન જોડી આવી ગઈ છે! પ્રભાસ મુખ્ય ભૂમિકામાં અભિનીત અમારી મહત્વાકાંક્ષી પેન-વર્લ્ડ ફિલ્મ 'સ્પિરિટ'માં તૃપ્તિ ડિમરીને આવકારતા અમને આનંદ થાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે.
View this post on Instagram
તૃપ્તિ બીજી વખત સંદીપ રેડ્ડી વાંગા અને ભૂષણ કુમાર સાથે કામ કરશે
ફિલ્મ 'સ્પિરિટ'નું શૂટિંગ 2025 માં શરૂ થશે. આ ફિલ્મમાં પ્રભાસ અને તૃપ્તિ ડિમરી પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. દર્શકોને આ નવી જોડી ખૂબ ગમશે. દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા, નિર્માતા ભૂષણ કુમાર અને પ્રણય રેડ્ડી વાંગાની તૃપ્તિ સાથેની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તૃપ્તિ તેમની ફિલ્મ 'એનિમલ'માં જોવા મળી હતી.
તૃપ્તિ ડિમરીએ ફિલ્મ એનિમલમાં બોલ્ડ સીન આપ્યા હતા. આ કારણે તૃપ્તિ ડિમરી રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી. તૃપ્તિ તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે. તૃપ્તિની એક્ટિંગ પણ ખૂબ જ શાનદાર છે. ફેન્સ તેને ઓનસ્ક્રીન જોવાનું પસંદ કરે છે. એનિમલમાં તેનો ખૂબ જ શાનદાર અભિનય કર્યો હતો.
View this post on Instagram





















