શોધખોળ કરો
Advertisement
સુશાંત મૃત્યુ કેસની તપાસ મામલે બિહારના DGPએ મુંબઇ પોલીસ પર શું લગાવ્યા ગંભીર આરોપ, જાણો વિગતે
તપાસ માટે મુંબઇ પહોંચેલા આઇપીએસ અને પટના એસપી વિનય તિવારીને ક્વૉરન્ટાઇન કરવા મામલે બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ મોટુ નિવદેન આપ્યુ છે. ગુપ્તેશ્વર પાંડેએ મુંબઇ પોલીસ પર તપાસમાં સહયોગ ના કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું અમે એક્ટરને ન્યાય અપાવવા કટિબદ્ધ છીએ
પટનાઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ મામલે મુંબઇ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે અણબન ચાલી રહી છે. બન્ને રાજ્યોની પોલીસ વચ્ચે તકરાર વધી રહી છે. હવે તપાસને લઇને બિહાર DGPએ મોટુ નિવેદન આપ્યુ છે.
તપાસ માટે મુંબઇ પહોંચેલા આઇપીએસ અને પટના એસપી વિનય તિવારીને ક્વૉરન્ટાઇન કરવા મામલે બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ મોટુ નિવદેન આપ્યુ છે. ગુપ્તેશ્વર પાંડેએ મુંબઇ પોલીસ પર તપાસમાં સહયોગ ના કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું અમે એક્ટરને ન્યાય અપાવવા કટિબદ્ધ છીએ.
DGP ગુપ્તેશ્વર પાંડેએ એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે - અમારો આઇપીએસ ઓફિસર મુંબઇ ગયો, મુંબઇ પોલીસે તેમને જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરી દીધો. જ્યારે પાંચ દિવસ પહેલા અમારા ચાર અધિકારીઓ ગયા હતા, તેમને ક્વૉરન્ટાઇન કેમ નથી કર્યા? તેમને કહ્યું- ફક્ત આને ક્વૉરન્ટાઇન કરવા માટે તમારો નિયમ અને કાયદો આવી ગયો. કાયદામાં છૂટ આપવાની જોગવાઇ છે, મુંબઇ પોલીસે કેમ નથી આપી?
ગુપ્તેશ્વર પાંડેએ આગળ કહ્યું- અમે લોકો સુશાંતને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ. અમે કોઇ નિર્દોષને ફસાવવાના પક્ષમાં નથી. તેમને કહ્યું કે, જ્યારથી કેસની શરૂઆત થઇ છે, મે એક શબ્દ પણ મહારાષ્ટ્રના વિરુદ્ધ નથી બોલ્યો, પરંતુ જ્યારે મારા અધિકારીને કોઇ સહયોગ નથી કરી રહ્યુ તો ત્યારે મે મારી વાત કરી છે. હવે તો મને પણ ડર લાગી રહ્યો છે.
DGPએ કહ્યું - મે ત્યાં લેટર પણ લખ્યો કે આ કેસમાં સહયોગ આપો. પરંતુ ત્યાંથી કોઇ હેલ્પ નથી મળી રહી. મે મુંબઇના પોલીસ કમિશનરને પણ ફોન કર્યો. પણ તેમને કોઇપણ પ્રકારનો જવાબ ના આપ્યો. આજે 50 દિવસ થઇ ગયા છે કોઇપણ પ્રકારનો કોઇ જવાબ નથી મળ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion