ફિલ્મોમાં ઉપરાછાપરી બૉલ્ડ સીને આપીને ચર્ચામાં આવેલી હીરોઇન બનવા જઇ રહી છે માં, લગ્નના 6 વર્ષ બાદ ખુશખબરી
બૉલીવુડની સૌથી હૉટ અને સેક્સી એક્ટ્રેસ ગણાતી બિપાશા બસુ અને એક્ટર કરણ સિંહ ગ્રૉવરે વર્ષ 2015માં હૉરર ફિલ્મ અલૉન (Alone)માં એકસાથે કામ કર્યુ હતુ.
Bipasha Basu Expecting A Child: હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ બિપાશા બસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રૉવરની જોડી બી ટાઉનની સૌથી ફેવરેટ જોડી મનાય છે. હવે આ બધાની વચ્ચે આ કપલને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે, બિપાશા બસુ કદાચ પ્રેગનન્ટ છે, અને તે બહુ જલ્દી પોતાના પહેલા બાળકની માં બનવાની જાહેરાત કરી શકે છે. પિન્ક વિલાના રિપોર્ટ્સ અનુસાર, થોડાક મહિનાઓ બાદ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રૉવર (Karan Singh Grover) માતા-પિતા બનવા માટે તૈયાર છે.
ખરેખરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા છે કે, શું બિપાશા બસુ માં બનવાની છે, હવે આ બધાની વચ્ચે પિન્ક વિલાએ આ રિપોર્ટ્સમાં એ ખુલાસો કર્યો છે કે, આ કપલના નજીકના સુત્રોએ બતાવ્યુ કે, આ બન્ને જલદી પહેલા બાળકના માતા પિતા બનાવાન છે, આનુ એનાઉન્સમેન્ટ પણ કરશે. આ વાતને લઇને કરણ અને બિપાશા બન્ને ખુબ ખુશ છે. જોકે, આ વાત પર હજુ અંતિમ મહોર બાકી છે.
બૉલીવુડની સૌથી હૉટ અને સેક્સી એક્ટ્રેસ ગણાતી બિપાશા બસુ અને એક્ટર કરણ સિંહ ગ્રૉવરે વર્ષ 2015માં હૉરર ફિલ્મ અલૉન (Alone)માં એકસાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મ બાદ બન્ને કલાકારો વચ્ચે નજદીયાં વધી અને રિલેશનશીપ શરૂ થઇ હતી. આ પછી કરણ સિંહ ગ્રૉવર અને બિપાશા બસુ વર્ષ 2016ના એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. જોકે, હવે લગ્નના 6 વર્ષ બાદ બન્નેના ઘરે એક આનંદના સમાચાર મળી રહ્યાં છે.
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા