(Source: ECI/ABP News/ABP Majha)
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
હવે ગ્રાહકોને FD ડિપોઝિટ (ફિક્સ્ડ ડિપોઝિટ રેટ) પર વધુ વળતર મળશે.
Bank of Baroda FD Rates Hike: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. હવે બેંક તેના ફિક્સ્ડ ડિપોઝિટ રેટ પર વધુ વળતર આપશે. બેંકે તેની રૂ. 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દર (BOB FD દરો) વધારવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં હવે ગ્રાહકોને FD ડિપોઝિટ (ફિક્સ્ડ ડિપોઝિટ રેટ) પર વધુ વળતર મળશે.
નવા દરો ક્યારે લાગુ થશે
બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકના નવા દર 28 જુલાઈ, 2022થી લાગુ કરવામાં આવ્યા છે. બેંક તેના સામાન્ય નાગરિકોને 3 ટકાથી 5.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. બીજી તરફ, વરિષ્ઠ નાગરિકોને 3.50 ટકાથી 6.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ઘણી બેંકોએ તેમના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેનું કારણ એ છે કે ભારતીય રિઝર્વ બેંકે મે અને જૂન મહિનામાં બે વખત રેપો રેટ વધારવાનો નિર્ણય કર્યો છે. વર્તમાનમાં રેપો રેટ 4.90 ટકા છે. જો તમે પણ બેંક ઓફ બરોડા FD કરવાનું વિચારી રહ્યા છો, તો બેંક દ્વારા આપવામાં આવતા વ્યાજ દર વિશે જાણો.
2 કરોડથી ઓછી FD (સામાન્ય નાગરિકો માટે)
7 થી 14 દિવસ - 3.00%
15 થી 45 દિવસ - 3.00%
46 થી 90 દિવસ - 4.00%
91 થી 180 દિવસ - 4.00%
181 થી 270 દિવસ - 4.65%
271 થી 1 વર્ષ - 4.65%
1 વર્ષ- 5.30%
1 થી 400 દિવસ - 5.45%
400 દિવસથી 3 વર્ષ - 5.45%
3 થી 5 વર્ષ - 5.50%
5 થી 10 વર્ષ - 5.50%
10 વર્ષથી ઉપર - 5.10%
2 કરોડથી ઓછીની FD (વરિષ્ઠ નાગરિકો માટે)
7 થી 14 દિવસ - 3.50%
15 થી 45 દિવસ - 3.50%
46 થી 90 દિવસ - 4.50%
91 થી 180 દિવસ - 4.50%
181 થી 270 દિવસ - 5.15%
271 થી 1 વર્ષ - 5.15%
1 વર્ષ - 5.80%
1 થી 400 દિવસ - 5.95%
400 દિવસથી 3 વર્ષ - 5.95%
3 થી 5 વર્ષ - 6.00%
5 થી 10 વર્ષ - 6.50%
10 વર્ષથી ઉપર - 5.60%