સંજય દત્ત ફરી વિવાદમાં ફસાયો, પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુર્શરફ સાથે મુલાકાત કરતા લોકોએ લીધો આડેહાથ
ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ઉતાર ચઢાવ આવતો રહે છે. તો બીજી તરફ બોલિવૂડ અને પાકિસ્તાનનો સંબંધ પણ જગ જાહેર છે. જો કે, 2016માં જ્યારે ઉરી એટેક થયો ત્યાર બાદ ભારતે પાકિસ્તાની કલાકારોને બાય બાય કહી દીધુ હતું.
ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ઉતાર ચઢાવ આવતો રહે છે. તો બીજી તરફ બોલિવૂડ અને પાકિસ્તાનનો સંબંધ પણ જગ જાહેર છે. જો કે, 2016માં જ્યારે ઉરી એટેક થયો ત્યાર બાદ ભારતે પાકિસ્તાની કલાકારોને બાય બાય કહી દીધુ હતું. આજે પણ પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મો કે સિરિયલમાં એન્ટ્રી આપવામાં આવતી નથી. આ બધા વચ્ચે બોલિવૂડનો ખલનાયક સંજય દત્ત ફરી વિવાદમાં ફસાયો છે. તેમની એક તસવીર વાઈરલ થઈ છે જેમા તે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુર્શરફ સાથે જોવા મળે છે.
બન્ને લોકોની તસવીર સામે આવ્યા બાદ થયો વિવાદ
જેવી આ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી કે તરત જ વિવાદ શરૂ થઈ ગયો. આ બન્નેની મુલાકાત દુબઈમાં થઈ હતી. આ તસવીર સામે આવ્યા બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. આ અંગે કેટલાક લોકોએ એવું કહ્યું કે આ બન્નેની મુલાકાત જીમમાં થઈ છે તો કેટલાક કહે છે આ બન્ને આકસ્મિક રીતે મળ્યા છે. સામે આવેલી તસવીરમાં મુર્શરફ વ્હિલચેરમાં બેઠા છે જ્યારે સંજય દત્ત કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે.
What the hell has a #Bollywood actor got to do with #MASTERMINDofKARGIL ...#SanjayDutt loves #DRUGS #DARU #GUNS and #dawoodibrahim
— Raman Malik🇮🇳 (@ramanmalik) March 17, 2022
Sanjay dutt with Mushraf in dubai.
Thats why I say that liberation of #Bollywood #LeLI #KHANdan is a must and #TheKashmirFiles is the start. pic.twitter.com/RF7IDC0rKq
તો કેટલાક લોકો પૂર્વ રાષ્ટ્રપતિની તસવીરને લઈને પણ ચિંતિત જોવા મળ્યા. જ્યારે કેટલાક લોકોએ સંજય દત્તને આડેહાથ લેતા કહ્યું કે, તમે એક તાનાશાહ સાથે કેવી રીતે મુલાકાત કરી શકો. તો બીજા એક યૂઝરે લખ્યું કે, શું બકવાસ છે. બોલિવૂડ એક્ટર કારગીલના માસ્ટર માઈન્ડ સાથે શું કરી રહ્યો છે. સંજયને ડ્રગ્સ,દારૂ અને દાઉદ પસંદ છે. નોંધનિય છે કે સંજય દત્ત આ પહેલા પણ અન્ડર વર્લ્ડ સાથેના કથિત સંબંધો અને ગેરકાયદે હથિયારોને લઈને વિવાદમાં આવી ચૂક્યો છે. તે જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે.
Former President #PervaizMusharraf and Indian actor #SanjayDutt met accidentally yesterday in #Dubai. pic.twitter.com/nyh7kygZUO
— Hani Qureshi (@HaniQureshi5) March 16, 2022
સંજય દત્તના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમની ઘણી ફિલ્મો આવવાની તૈયારીમાં છે. થોડા દિવસ પહેલા સંજય દત્તે દિલ્હી અને જયપુરમાં ફિલ્મ Ghudchadiનું પહેલું શેડ્યુલ ખતમ કર્યું હતું. આ ઉપરાંત કેજીએફ-2માં પણ તેમનો મહત્ત્વનો રોલ છે. એટલું જ નહીં સંજય દત્ત શમશેરા, પૃથ્વીરાજ જેવી ફિલ્મમાં લોકોનું મનોરંજન કરતો જોવા મળશે.