શોધખોળ કરો

Border 2: 'બોર્ડર 2'નું એલાન, સની દેઓલે શેર કર્યો વીડિયો, લખ્યું- એક ફૌજી 27 વર્ષ જુનો વાયદો પુરો કરવા આવી રહ્યો છે.....

Border 2 Announcement: 1997માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે

Border 2 Announcement: 1997માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આખરે બોર્ડરની સિક્વલ બોર્ડર 2ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની સિક્વલથી સની દેઓલ ફરી કમબેક કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બોર્ડરની સિક્વલ રિલીઝના 27 વર્ષ પછી આવવા જઈ રહી છે. બોર્ડર 2માં સની દેઓલ ફરી એકવાર પાકિસ્તાન સાથે યુદ્ધ કરતો જોવા મળશે. જ્યારથી આ ફિલ્મની ઘોષણા થઈ છે ત્યારથી જ ચાહકો દ્વારા કૉમેન્ટ્સ આવવા લાગી છે.

27 વર્ષ બાદ થઇ બોર્ડર 2 ની એનાઉન્સમેન્ટ 
ઇન્સ્ટાગ્રામ પર વૉર એક્શન ફિલ્મ બોર્ડર 2ની જાહેરાત કરવામાં આવી છે. સની દેઓલે પોતાના દમદાર અવાજથી ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મ બોર્ડર 13 જૂન 1997ના રોજ રીલિઝ થઈ હતી અને બરાબર 27 વર્ષ બાદ 13 જૂનની એ જ તારીખે બોર્ડર 2ની જાહેરાત કરવામાં આવી છે. સની દેઓલે પોતે પણ આ ફિલ્મની જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

કેવી છે બોર્ડર 2નું એનાઉન્સમેન્ટ ટીઝર ? 
બોર્ડર 2ના આ વીડિયોમાં કોઈ વિઝ્યૂઅલ નથી, બેકગ્રાઉન્ડમાંથી માત્ર સની દેઓલનો અવાજ આવી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, '27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. આ જ વચનને પૂર્ણ કરવા તેઓ ફરીથી ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્યો છે. આ પછી ફિલ્મ બોર્ડરનું ગીત સંદેશ આતે હૈ બેકગ્રાઉન્ડમાં વાગે છે.

View this post on Instagram
 
A post shared by Sunny Deol (@iamsunnydeol)

ભૂષણ કુમાર અને જેપી દત્તા કરશે પ્રૉડ્યૂસ 
તમને જણાવી દઈએ કે બોર્ડર 2 ના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા પ્રૉડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મને અનુરાગસિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. બોર્ડર 2માં અનુ મલિક અને મિથુનનું સંગીત હશે. જાવેદ અખ્તર ફિલ્મના ગીતોના ગીતો લખી રહ્યા છે, અને તેને સોનુ નિગમ દ્વારા ગાવામાં આવશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

બોર્ડર 2માં આયુષ્યમાન ખુરાના આવી શકે છે નજર 
તાજેતરમાં, બોર્ડર 2 ની સ્ટાર કાસ્ટ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડર 2નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટીમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની ગદર 2 ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
Embed widget