(Source: ECI/ABP News/ABP Majha)
દીપિકા પાદુકોણના હીરોની વધી મુશ્કેલી, વિન ડિજલ સામે આસિસ્ટન્ટે કરી જાતીય શોષણની ફરિયાદ
અભિનેતાના પૂર્વ સહાયકની ફરિયાદ અનુસાર, કંપનીએ સહાયકને વિન ડીઝલનું તમામ કામ જોવાનું કહ્યું હતું. આમાં અભિનેતાના સામાજિક કાર્યક્રમોમાં, તેમની ટ્રાવેલની તમામ વ્યવસ્થા કરવાની હતી. આ તમામ કામ દરમિયાન તેમણે તેમની સાથે મિસબિહેવ કર્યું હોવાનો આપેક્ષ કર્યો છે.
Bollywood News:પ્રખ્યાત હોલીવૂડ એક્ટર વિન ડીઝલ પર તેના ભૂતપૂર્વ સહાયકે ગંભીર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અભિનેતાના ભૂતપૂર્વ સહાયકના જણાવ્યા અનુસાર, અભિનેતાએ તેની સાથે એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઈઝીના લીડ એક્ટર વિન ડીઝલ પર તેની પૂર્વ સહાયક દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુરુવારે, ગ્લોબલ સ્ટારની પૂર્વ સહાયક એસ્ટા જોન્સને લોસ એન્જલસમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં તેણે અભિનેતા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. સહાયકનો દાવો છે કે અભિનેતાએ 2010માં જ્યારે તે એટલાન્ટામાં 'ફાસ્ટ ફાઈવ'નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેમના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ડીઝલે આસિસ્ટન્ટને હોટલના રૂમમાં બોલાવીને દરવાજો બંધ કરી દીધો અને રૂમની દિવાલ પાસે ઉભી રાખી હતી અને તેની સામે હસ્તમૈથુન કરવા લાગ્યો હતો.
અભિનેતાના પૂર્વ સહાયકની ફરિયાદ અનુસાર, કંપનીએ સહાયકને વિન ડીઝલનું તમામ કામ જોવાનું કહ્યું હતું. આમાં અભિનેતાના સામાજિક કાર્યક્રમોમાં, તેમની ટ્રાવેલની તમામ વ્યવસ્થા કરવાની હતી. આ તમામ કામ દરમિયાન તેમણે તેમની સાથે મિસબિહેવ કર્યું હોવાનો આપેક્ષ કર્યો છે.
દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2010માં, અભિનેતાએ તેના સહાયકને સેન્ટ રેગિસ હોટેલમાં તેના રૂમમાં આવવા કહ્યું અને જ્યાં સુધી તે ક્લબમાંથી પાછો ન આવે ત્યાં સુધી રોકાવાનું કહેવામાં આવ્યું. જલદી ડીઝલ ક્લબમાંથી પાછો ફર્યો, તેણે કથિત રીતે ફરીથી સહાયક પર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ વિન ડીઝલ સાથે કામ કર્યું છે. દીપિકાએ XXX સાથે હોલીવુડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો, જેમાં વિન ડીઝલ મુખ્ય ભૂમિકામાં હતો.
આ પણ વાંચો
મહેસાણામાં ખનીજ માફિયાના પાપનો પર્દાફાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની જાસૂસી કરવા વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યા
ગોંડલમાં આજે નવા જૂનીના એંધાણ, રીબડા ખાતે જયરાજસિંહ જૂથે બોલાવેલ લેઉવા પાટીદારનું સંમેલન મળશે
Rajkot News: રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની વકીલોને સલાહ- ‘ગદ્દારોને ગોતી લો’
Covid update: શું ફરી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? છ મોત અને વધતા કોરોના કેસ પર શું કહે છે નિષ્ણાંતો