શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની વકીલોને સલાહ- ‘ગદ્દારોને ગોતી લો’

રાજકોટમાં ભાજપ લીગલ સેલના વિજય વિશ્વાસ સંમેલનમાં વજુભાઈએ ગદ્દારોને ગોતી લેવાની વકીલોને સલાહ આપી છે.

Rajkot News: રાજ્યના અલગ-અલગ વકીલ મંડળોની આજે એક સાથે ચૂંટણી યોજાઈ છે. ત્યારે આ ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજ નેતા, સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ગર્વનર એવા વજુભાઈ વાળાએ આપેલું એક નિવેદન જબરદસ્ત ચર્ચામાં છે.

રાજકોટમાં ભાજપ લીગલ સેલના વિજય વિશ્વાસ સંમેલનમાં વજુભાઈએ ગદ્દારોને ગોતી લેવાની વકીલોને સલાહ આપી છે. વ્યવસાયે એડવોકેટ એવા વજુભાઈ વાળાએ ટીમની અંદર છૂપાયેલા ગદ્દારોને શોધી ભાજપ સમર્થકોની જીત નિશ્ચિત કરવા પણ સલાહ આપી છે.

જોકે એવું તો શું વજુભાઈના ધ્યાનમાં આવ્યું કે ગદ્દારોને ગોતી લોનું આહ્વાન આ દિગ્ગજ વ્યકિતત્વએ કર્યું તેને લઈ અટકળો તેજ છે. જોકે વજુભાઈ આ સંબોધન સમરસ પેનલના વકીલોને કરી રહ્યા હતા. જેની સામે વકીલ મંડળની ચૂંટણીમાં એક્ટિવ પેનલનો જંગ છે.

વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ રહી છે.

1 લાખ 25 હજારથી વધુ મતદારો 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ સાંજના મતગણતરી શરૂ થશે. ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. વકીલો આજની ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. વડોદરામાં દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે મતદાન થઇ રહ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 41 પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. વડોદરામાં 3045 મતદાતાઓ મતદાન કરશે. પ્રમુખ પદ માટે વડોદરામાં નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ટક્કર છે. કોરોનાની આશંકાના પગલે મતદાન મથક પર સેનેટાઈઝર,માસ્કની વ્યવસ્થા કરાઇ હતી.

અમદાવાદ જિલ્લા બાર એસોસિયેશનમાં 1770 વકીલો મતદાન કરશે. સુરત વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ટર્મીશ કણીયા, હિરલ પાનવાલા અને ઉદય પટેલ વચ્ચે પ્રમુખપદનો જંગ છે. સુરતમાં વકીલ મંડળના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર છે. સુરતમાં 4500 મતદાતા વકીલો મતદાન કરશે.સુરત વકીલ મંડળના ઉપપ્રમુખ માટે બે ઉમેદવાર છે. સેક્રેટરી માટે 2 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી માટે 2 ઉમેદવાર, ટ્રેઝરર માટે 3 ઉમેદવાર, કાઉન્સિલ મેમ્બર માટે 17 ઉમેદવાર મેદાને છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget