વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં આ સુંદર જગ્યા પર મનાવી રહ્યાં છે વેકેશન, વિક્કીએ બતાવી જગ્યાની ઝલક
વિક્કી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર સનસેટની તસવીર શેર કરી છે, તસવીરમાં ઝાડવાઓ, છોડવા અને પહાડીઓની વચ્ચે એક ઝૂંપડી દેખાઇ રહી છે. પ્રકૃત્તિના આ સુંદર નજારાને વિક્કી કૌશલે પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે

મુંબઇઃ બૉલીવુડની સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલ ફૂરસતના સમયમાં છે, અને બન્ને પોતાનુ વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. બન્ને હાલમાં ક્યાં પોતાનો ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે, તેની ઝલક સામે આવી છે. એક્ટર વિક્કી કૌશલે તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા પર વેકેશનની એક ઝલક બતાવી છે. જેના પરથી ફેન્સ પણ માની રહ્યાં છે સ્ટાર કપલ હસીન વાદીઓ વચ્ચે પોતાનુ વેકેશન મનાવવા નીકળ્યા છે.
વિક્કી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર સનસેટની તસવીર શેર કરી છે, તસવીરમાં ઝાડવાઓ, છોડવા અને પહાડીઓની વચ્ચે એક ઝૂંપડી દેખાઇ રહી છે. પ્રકૃત્તિના આ સુંદર નજારાને વિક્કી કૌશલે પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે, અને સોશ્યલ મીડિયા પર શેર શેર કરી છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફના વેકેશનની આ લેટેસ્ટ તસવીરોને જોઇને કહેવામાં આવી શકે છે કે કપલ પ્રકૃતિની નજીક પોતાનો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયાએ આ પહેલા બીજો એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. તે તસવીરમાં પણ સુંદર સનસેટ જોવા મળી રહ્યો હતો. તસવીરમાં દુર દુર સુધી ફેલાયેલુ પાણી જોઇ શકાતુ હતુ, જ્યાં વચ્ચે વચ્ચે થોડે દુર પહાડો હતી. વિક્કી કૌશલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં લૉકેશનનો ખુલાસો નથી કરવામાં આવ્યો. એક્ટરે પોતાની રજાઓને પુરેપુરી રીતે સિક્રેટ રાખી છે.
ખાસ વાત છે કે, એક્ટ્રેસ કેટરીના કૈફ અને એક્ટર વિક્કી કૌશલે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્નના સાત ફેરા ફરી લીધા હતા, બન્ને પતિ પત્ની બન્યા બાદ પહેલીવાર આવા વેકેશનને સાથે એન્જૉય કરી રહ્યાં છે.
આ પણ વાંચો.........
ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે
હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી
Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ
Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
