પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર
આ આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે તે નીતિથી કોઈને નુકસાન થયું નથી
સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર કેન્દ્ર સરકારે સરકારી સેવાઓમાં પ્રમોશનમાં અનામતની પોતાની નીતિની તરફેણ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવાઈની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી કેન્દ્રની અરજી પર પોતાનો ચુકાદો આપતાં 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તે માર્ચમાં વ્યક્તિગત અપીલની સુનાવણી કરશે. પરંતુ આ માટે કેન્દ્ર સરકાર સમકાલીન ધોરણે પ્રમોશનમાં અનામતની નીતિનો સંપૂર્ણ ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવો જોઈએ.
આ આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે તે નીતિથી કોઈને નુકસાન થયું નથી. કારણ કે પ્રમોશન માટે પણ અધિકારી કે કર્મચારીએ નિયત શરતો એટલે કે તેમના કામમાં ઉત્તમ કામગીરીનો રેકોર્ડ દર્શાવવો ફરજિયાત છે.
સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કોર્ટના નિર્ણયને કારણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને સરકારી સેવામાં પ્રમોશનમાં અનામતની નીતિ રદ્દ કરવાની અસર સીધી સાડા ચાર લાખ કર્મચારીઓ પર પડશે, તેનાથી અસંષોત વધશે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે પ્રમોશનમાં અનામતની અસર 2017 થી 2020 દરમિયાન અનામત વર્ગના સાડા ચાર લાખ કર્મચારીઓને થશે.
કેન્દ્ર સરકારે 2017માં દિલ્હી હાઇકોર્ટ દ્ધારા રદ કરવામાં આવેલી પ્રમોશનમાં અનામતની તેની નીતિની તરફેણમાં દલીલ કરી હતી કે તેમની નીતિથી કોઈને પ્રતિકૂળ અથવા નકારાત્મક અસર થઈ નથી. કારણ કે પ્રમોશન વખતે પણ તે જ અનામત વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને અનામત આપવામાં આવતી હતી, જેમનો કામગીરીનો રેકોર્ડ ઉત્તમ હતો અને તેઓ નિયત લાયકાતને પરિપૂર્ણ કરે છે.
કોર્ટની નોટિસ અનુસાર સરકારે 75 મંત્રાલયો અને વિભાગોના આંકડા પણ આપ્યા છે. સરકારે કહ્યું છે કે સરકારના મંત્રાલયો અને વિભાગોમાં કુલ 27 લાખ 55 હજાર 430 કર્મચારી અધિકારીઓમાંથી 11 લાખ 51 હજાર 187 લોકો અનામત શ્રેણીમાં આવે છે. જો આને પણ વર્ગ પ્રમાણે વિભાજીત કરીએ તો 4 લાખ 79 હજાર 301 અધિકારી-કર્મચારીઓ અનુસૂચિત જાતિના અને 2 લાખ 14 હજાર 738 અનુસૂચિત જનજાતિના છે.
મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત
બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......