Jubin Nautiyalના ફેન્સ માટે દુઃખદ સમાચાર, સીડી પરથી પડી જવાથી સિંગર ઘાયલ, હૉસ્પીટલમાં ભરતી
જુબિન નૉટિયાલને સીડી પરથી પડી જવાથી હાથમાં ઉંડો ઘા પણ પડી ગયો છે. જમણા હાથનુ ઓપરેશન કરાવવું પડશે
Jubin Nautiyal Injured: જાણીતી બૉલીવુડ સિંગર જુબિન નૉટિયાલના ફેન્સ માટે એક મોટી અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સિંગર પોતાના ઘરની સીડીઓ પરથી પડી ગયો છે. જે પછી તેને ઇજા પહોંચી છે, હાલમાં તેની કોહણી તૂટી ગઇ હોવાની વાત સામે આવી છે, અને પાસળીઓમાં વધુ ઇજા પહોંચી છે, જુબિન નૉટિયાલના માથા પર પણ ઇજા પહોંચી છે. સિંગરને મુંબઇની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
સીડી પરથી પડી ગયો સિંગર જુબિન નૉટિયાલ -
જુબિન નૉટિયાલને સીડી પરથી પડી જવાથી હાથમાં ઉંડો ઘા પણ પડી ગયો છે. જમણા હાથનુ ઓપરેશન કરાવવું પડશે, ડૉક્ટરે તેને પોતાના જમણાં હાથનો ઉપયોગ ના કરવાની સલાહ આપી છે. આ ખબર સાંભળ્યા બાદ જુબિન નૉટિયાલના ફેન્સની ચિંતા વધી ગઇ છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, જુબિન નૉટિયાલની ગીત તૂ સામને આયે રિલીઝ થયુ હતુ, સિંગર યોહાનીની સાથે આ ગીતમાં જુબિન નૉટિયાલે પોતાનો અવાજ આપ્યો હતો.જુબિન નૉટિયાલની ગીતો લોકોને ખુબ પસંદ છે, અને ભારત જ નહીં પરંતુ દુનિયાભરતમાં તેના કરોડો ફેન્સ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram