શોધખોળ કરો

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

આજે મંગળવાર 7 જાન્યુઆરી, 2025 સોનાના ઉછાળામાં  બ્રેક લાગી છે. ગઈકાલની સરખામણીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે મંગળવાર 7 જાન્યુઆરી, 2025 સોનાના ઉછાળામાં  બ્રેક લાગી છે. ગઈકાલની સરખામણીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,800 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 72,300 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. શું આ  સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ? શું સોનાના ભાવ વધુ વધશે ? કે પછી બજેટ પછી ભાવ ઘટશે ?

7 જાન્યુઆરી, 2025ના રોજ ચાંદીની કિંમત 91,400 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.91,500 હતો.

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 72,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 78,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

સોનાની કિંમત દરરોજ બદલાતી રહે છે. આ તે દર છે જેના પર ગ્રાહકો સોનું ખરીદે છે. તેના ભાવને અસર કરતા ઘણા પરિબળો છે, જેમ કે વિશ્વની આર્થિક સ્થિતિ, મોટા દેશો વચ્ચેનો તણાવ અને સોનાની માંગ અને પુરવઠો. ભારતમાં સોનાની કિંમત માત્ર આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થતી નથી, પરંતુ તેની અસર આયાત ડ્યુટી, ટેક્સ અને રૂપિયા-ડોલરના દરથી પણ થાય છે. આપણા દેશમાં સોનું માત્ર રોકાણનો એક માર્ગ નથી, પરંતુ તહેવારો અને લગ્નોમાં તેનું વિશેષ મહત્વ છે. 

કેમ વઘે છે સોનાના ભાવ 

સોનાના ભાવ સ્થાનિક માંગ, યુએસ અર્થતંત્રની સ્થિતિ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારના વલણો પર આધાર રાખે છે. રોકાણકારો આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો જોઈ શકે છે. અમેરિકાથી આવતા બેરોજગારી અને PMI જેવા આર્થિક ડેટા સોના અને ચાંદીના બજારને અસર કરી શકે છે. આ કારણે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોની મજબૂત સ્થિતિને જોતાં સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ સમય મહત્ત્વનો સાબિત થઈ શકે છે.  

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ. 

દર મહિને 5,000ની SIP થી કેટલા વર્ષમાં બની શકો કરોડપતિ, જાણી લો કેલક્યુલેશન 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Yuzvendra Divorce: છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને માર્યો ટોણો, 5 કરોડના ભરણપોષણને કહી દીધી ખટકે તેવી વાત
Yuzvendra Divorce: છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને માર્યો ટોણો, 5 કરોડના ભરણપોષણને કહી દીધી ખટકે તેવી વાત
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Bhavnagar:  માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bhavnagar: માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Embed widget