Bollywood : પ્રિયંકાને આ દિગ્ગજ અભિનેતાનું ખુલ્લુ સમર્થન, ફિલ્મી માફિયાની ખોલી પોલ
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા કોઈ ઓળખની મહોતાજ નથી. અભિનેત્રીએ પોતાની શાનદાર એક્ટિંગથી દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે.
Vivek Oberoi Support Priyanka Chopra: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા કોઈ ઓળખની મહોતાજ નથી. અભિનેત્રીએ પોતાની શાનદાર એક્ટિંગથી દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. પ્રિયંકાનું નામ છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ પ્રિયંકાએ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી રાજનીતિને લઈને મોટો ખુલાસો કર્યો હતો. આ આંતરીક રાજકારણના કારણે પ્રિયંકા ચોપરા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હોલીવુડમાં શિફ્ટ થઈ ગઈ હતી. પ્રિયંકાના આ નિવેદનને લઈને સિનેમા જગતના તમામ સેલેબ્સ તેના સમર્થન માટે મેદાનમાં આવ્યા છે. આ દરમિયાન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા વિવેક ઓબેરોયે પણ પ્રિયંકાના નિવેદનને સમર્થન આપ્યું છે.
અભિનેતા વિવેક ઓબેરોયે અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ખુલ્લુ સમર્થન આપ્યું હતું અને તેની 20 વર્ષ જૂની વિવાદાસ્પદ પ્રેસ કોન્ફરન્સને યાદ કરી હતી. આ અગાઉ જાણીતા ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીએ પ્રિયંકાનો સપોર્ટ કર્યો હતો અને બોલિવુડમાં ગંદકી ફેલાવનારા અને ખાસ અભિનેતાઓને કેવી રીતે ટાર્ગેટ બનાવવામાં આવે છે તેની આખી પોલ ખોલી નાખી હતી.
પ્રિયંકાના નિવેદન પર વિવેક ઓબેરોયે કહ્યું કે...
હિન્દી સિનેમાના ટેલેન્ટેડ અભિનેતાઓમાંના એક વિવેક ઓબેરોયને કોઈ અલગ ઓળખની જરૂર નથી. વિવેક તેના બેબાક અંદાજ માટે જાણીતો છે. તાજેતરમાં જ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન વિવેક ઓબેરોયે પ્રિયંકા ચોપરાના તાજેતરના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિવેકે કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ પછી મેં ઘણું સહન કર્યું. તે પછી હું પણ એવી જ વસ્તુઓમાંથી પસાર થયો હતો જે બિનજરૂરી હતી.
ખૂબ જ મુશ્કેલીથી હું આ બધામાંથી બહાર આવી શક્યો. ઘણી બધી લોબિંગ, બોવ બધી ક્રુર કહાનીઓ જેવી કે પ્રિયંકાએ ઈશારો કર્યો તો તેવી. તેના મતે, આ જ બદીઓ આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક ઓળખ બની ગઈ છે. આપણા ફિલ્મ ઉદ્યોગની આ એક ડાર્ક સાઈડ રહી છે. આ વસ્તુ વ્યક્તિને અત્યંત નિરાશાજનક લાગે છે. આમ પ્રિયંકા ચોપરાના નિવેદનને ધ્યાનમાં રાખી વિવેક ઓબેરોયે ખુલીને પોતાની વાત કહી છે.
શું હતું પ્રિયંકા ચોપરાનું નિવેદન?
ડેક્સ શેફર્ડના પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા ગંદા પોલિટિક્સને લઈને હું થાકી ગઈ હતી. મેં તેમની સાથે બીફ ખાધું. આ લોકો મને સાઈડ લાઈન કરી નાખી. જે મને ખૂબ જ ખરાબ લાગ્યું. મને આવી ગંદી રાજનીતિના આધારે જ કોઈ કામ આપવામાં નહોતુ આવતું. જેથી હું મારી નવી સફર માટે હોલીવુડ તરફ વલી. વિવેક ઓબેરોય પહેલા અભિનેત્રી કંગના રનૌત અને નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પ્રિયંકાને સપોર્ટ કરી ચૂક્યા છે.