શૂટિંગ દરમિયાન કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતા એક્ટર, નિર્દેશક સહિત 35 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વેબ સીરિઝ ‘યોર ઓનર’ના શૂટિંગ હાલમાં પંજાબના લુધિયાણામાં ચાલી રહ્યું છે. જ્યાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સીરિઝના મુખ્ય કલાકાર જિમ્મી શેરગિલ અને શો સાથે જોડાયેલા ક્રૂના 35 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવીછે.
![શૂટિંગ દરમિયાન કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતા એક્ટર, નિર્દેશક સહિત 35 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ Case filed against 35 people of Jimmy Shergill and 'Your Honor' web show in violation of Covid rules શૂટિંગ દરમિયાન કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતા એક્ટર, નિર્દેશક સહિત 35 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/28/f11a554df1b6974381dd9b99b192059a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: કોરોના મહામારી દરમિયાન શૂટિંગ દરમિયાન કોવિડ ગાઈડલાઈન (Covid 19 Guideline) નું ઉલ્લંઘન કરવા બદલ એક્ટર જિમ્મી શેરગિલ ( Jimmy Shergill) અને તેની ટીમના 35 સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સોની લિવ માટે બનાવવામાં આવી રહેલી વેબ સીરિઝ ‘યોર ઓનર’ના શૂટિંગ હાલમાં પંજાબ (Punjab)ના લુધિયાણામાં ચાલી રહ્યું છે. જ્યાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સીરિઝના મુખ્ય કલાકાર જિમ્મી શેરગિલ અને શો સાથે જોડાયેલા ક્રૂના 35 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવીછે. વેબ શોના નિર્દેશક ઈ. નિવાસ વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધી છે.
એબીપી ન્યૂઝ અનુસાર, કોવિડ 19ના નિયમો અનુસાર સાંજે 6 વાગ્યા બાદ પંજાબમાં શૂટિંગ કરવાની પરવાનગી નથી. પરંતુ લુધિયાનાની આર્ય સીનિયર સેકન્ડરી સ્કૂલમાં શૂટિંગ કરી રહેલી ‘યોર ઓનર’ની ટીમે નક્કી કરેલા સમયથી 2 કલાક મોડે સુધી રાત્રે 8 વાગ્યા સુધી શૂટિંગ કર્યું હતું. મંગળવારે સાંજે પોલીસે શૂટિંગ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી.
જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના નિર્દેશક ઈ. નિવાસ અને ક્રૂના બે સભ્યોની ધરપકડ કર્યા બાદ જામીન પર છોડી દીધાં હતા. ઉલ્લેખનીય છે કે,લોકડાઉનના નવા નિયમો અનુસાર પંજાબમાં કોરોના નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન સાંજે 6.00 થી સવારે 5.00 સુધી લાગુ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે સોની લિવ પર આવનારો શો ‘યોર ઑનર’ ઈઝરાયલી વેબ શોનો રિમેક છે, જેમાં જિમ્મી શેરગિલ જજની ભૂમિકા ભજવી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
વડાપ્રધાન મોદીના નજીકના કયા સગાનું કોરોનાના કારણે થયું નિધન ? જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)