શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘છપાક’ને લઇને ટ્વિટર પર નવો વિવાદ, એસિડ હુમલાખોરનું નામ નદીમથી બદલીને રાજેશ કેમ કરાયું?
#boycottchhapaak ટ્વિટર પર ટોપ ટ્રેડ થઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જેએનયૂમાં વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચતા સોશિયલ મીડિયા પર તેનો વિરોધ શરૂ થઇ ગયો છે.એટલું જ નહી તેની આવનારી ફિલ્મ ‘છપાક’ પણ વિવાદમાં ફસાઇ છે. #boycottchhapaak ટ્વિટર પર ટોપ ટ્રેડ થઇ રહ્યું છે. આ સાથે ફિલ્મને લઇને વધુ એક વિવાદ પેદા થયો છે. જેમાં લોકો ટ્વિટર પર દીપિકાને સવાલ કરી રહ્યા છે કે તેણે એસિડ ફેંકનારાનું નામ નદીમથી રાજેશ કેમ કર્યું છે.
ટ્વિટર પર લોકો પૂછી રહ્યા છે કે જ્યારે ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ પર નદીમ ખાન નામના વ્યક્તિએ એસિડ ફેંક્યું હતું તો તેની બાયોપિક ફિલ્મ ‘છપાક’માં તેના નામને કેમ બદલામાં આવ્યું છે. યુઝર્સ દાવા કરી રહ્યા છે કે નદીમ નામના પાત્રનું નામ ફિલ્મમાં રાજેશ છે. તેને લઇને હવે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ સામે આવી રહી છે.
યુઝર્સનું કહેવું છે કે જ્યારે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે તો આ ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલ પર એસિડ ફેંકનારા વ્યક્તિનું નામ કેમ બદલવામાં આવ્યું અને જો બદલ્યું તો તેનું હિંદુ નામ કેમ રાખવામાં આવ્યું. આ ફિલ્મમાં દીપિકાના પાત્રનું નામ પણ લક્ષ્મીથી બદલીને માલતી રાખવામાં આવ્યું છે.
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દીપિકા પાદુકોણ ગઇકાલે જેએનયુમાં આંદોલન કરનારા વિદ્યાર્થીઓને મળવા પહોંચી હતી. જોકે, આ દરમિયાન તેણે કોઇ નિવેદન આપ્યું નહોતું. પરંતુ ત્યારથી તે સતત ટ્રોલ થઇ રહી છે. ‘છપાક’ દીપિકાના બેનરની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં વિક્રાંત મૈસી પણ છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020માં રીલિઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion