શોધખોળ કરો
Advertisement
હૉસ્પીટલમાંથી અમિતાભ બચ્ચને ડૉક્ટરો માટે શેર કરી અદભૂત કવિતા, વાંચો શું લખ્યું
અમિતાભ બચ્ચની તબિયતને લઇને મળેલી તાજા જાણકારી પ્રમાણે બીગ બીની તબિયત પહેલા કરતા સ્થિર છે, અને તબિયતમાં સતત સુધારો થઇ રહ્યો છે. અભિષેક બચ્ચનની તબિયતમાં સુધારો આવી રહ્યો છે
મુંબઇઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે. અમિતાભ બચ્ચને અને અભિષેકને મુંબઇની નાણાવટી હૉસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યાને હૉમ આઇસૉલેટ કરાયા છે.
અમિતાભ બચ્ચની તબિયતને લઇને મળેલી તાજા જાણકારી પ્રમાણે બીગ બીની તબિયત પહેલા કરતા સ્થિર છે, અને તબિયતમાં સતત સુધારો થઇ રહ્યો છે. અભિષેક બચ્ચનની તબિયતમાં સુધારો આવી રહ્યો છે, અને તે પણ પહેલા કરતાં સારુ અનુભવી રહ્યો છે. જોકે, બીગ બીને ઉંમર અને મેડિકલ હિસ્ટ્રી જોતા હજુ પણ થોડાક સમય સુધી હૉસ્પીટલમાં રહેવુ પડી શકે છે.
આ બધાની વચ્ચે બીગ બીએ સોશ્યલ મીડિયા પર ડૉક્ટરો માટે એક ખાસ કવિતા લખી છે. બીગ બી સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ, મિત્રો અને પરિવાર સાથે માહિતીઓ શેર કરતા રહે છે.
અમિતાભ બચ્ચને પોતાની કવિતામાં ડૉક્ટરો અને ફ્રન્ટલાઇન વર્કરોને ઇશ્વરનુ રૂપ ગણાવ્યા છે. બીગ બીએ એક એન્જલની તસવીર શેર કરી છે, જેમને તે ફ્રન્ટલાઇન વર્કર માની રહ્યાં છે. વાંચો પૉસ્ટમાં શું લખ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement