શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાને ડૉક્ટરોને ડૉનેટ કરી 25000 PPE કિટ, જાણો વિગતે
શાહરૂખ ખાને મેડિકલ સ્ટાફ માટે 25000 પીપીઇ કિટ (પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ) ડૉનેટ કરી છે. આ પીપીઇ કિટને મહારાષ્ટ્રમાં આપવાની જાહેરાત કરાઇ છે
મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ ડૉક્ટરો, નર્સ અને મેડિકલ સ્ટાફને સૌથી વધુ અછત પીપીઇ કિટની વર્તાઇ રહી છે. આ મામલે શાહરૂખ ખાને ફરી એકવાર મદદનો હાથ લંબાવ્યો છે.
શાહરૂખ ખાને મેડિકલ સ્ટાફ માટે 25000 પીપીઇ કિટ (પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ) ડૉનેટ કરી છે. આ પીપીઇ કિટને મહારાષ્ટ્રમાં આપવાની જાહેરાત કરાઇ છે.
શાહરૂખ ખાને ટ્વીટ કર્યુ છે, જેમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ રિપ્લાય કરતા તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમને લખ્યુ- કિટ લાવવામાં મદદ માટે તમારો આભાર, માનવતાને બચાવવા માટે આપણે બધા એકસાથે છીએ.
ઉલ્લેખનીય છે કે, હાલની પરિસ્તિતિમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રના હાલત ખુબજ કફોડી બની છે. સરકારે પહેલાથી જ લૉકડાઉન લંબાવીને લડાઇને લાંબી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement