શોધખોળ કરો
Advertisement
આ છે દાઉદ ઈબ્રાહીમની 27 વર્ષ નાની ગર્લફ્રેન્ડ, આ હૉટ એક્ટ્રેસના 5 વર્ષ નાના ટોચના પાકિસ્તાની નેતા સાથે બંધાયા સંબંધ ને....
37 વર્ષની મહવિશ હયાત પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ છે અને તેનું પોતાનાથી પાંચ વર્ષ નાના યુવા રાજકારણી બિલાવલ ભુટ્ટો સાથે અફેર હોવાની ચર્ચા છે
કરાચીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની હૉટ ગર્લફ્રેન્ડ મહવિશ હયાતનું હવે પાકિસ્તાનના ટોચના યુવાન નેતા સાથે ચક્કર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. 37 વર્ષની મહવિશ હયાત પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ છે અને તેનું પોતાનાથી પાંચ વર્ષ નાના યુવા રાજકારણી બિલાવલ ભુટ્ટો સાથે અફેર હોવાની ચર્ચા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ચેરમેન બિલાવટ ભુટ્ટો પાકિસ્તાનનાં વડાપ્રધાન રહી ચૂકેલાં બેનઝીર ભુટ્ટોનો પુત્ર છે. તેના પિતા આસિફ અલી ઝરદારી પણ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ છે. બિલાવલ અને મહવિશના ગરમાગરમ રોમાંસના સમાચારો પાકિસ્તાનમાં ચાલી રહ્યા છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મહવિશે આડકતરી રીતે બિલાવલ સાથેના સંબધોની કબૂલાત કરી હતી. હયાતને તેના જીવનસાથી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં મહવિશે બિલાવલનું વર્ણન કર્યું હતું.
મહવિશ હયાતે કહ્યું કે તેમને વધુ હાઇટવાળા છોકરા પસંદ છે અને તેના માટે છોકરાનો રંગ કંઇ અગત્યનો નથી. એન્કરે હયાતને પૂછયું કે, તે એવી વ્યક્તિની વાત કરી રહ્યા છે જે તાજેતરમાં પાકિસ્તાની રાષ્ટ્રીય એસેમ્લીના સભ્ય બન્યા હતા? મહવિશે સામો સવાલ કર્યો કે, તમે બિલાવલની વાત કરી રહ્યા છો? બિલાવલની વાત જ નહોતી નિકળી છતાં મેહવિશે તેનો ઉલ્લેખ કરતાં બંને વચ્ચે સંબંધો હોવાની ચર્ચા છે.
એન્કરે કહ્યું કે, પોતે બિલાવલ ભુટ્ટો જરદારી અંગે વાત કરી રહ્યો નથી પણ તમે બિલાવલ સાથે લગ્ન કરો ખરા ? હયાતે શરમાતા કહ્યું કે, હું આ પ્રસ્તાવનો કદાચ વિરોધ કરું. પછી તેણે બિલાવલના જોરદાર વખાણ શરૂ કર્યાં.
મહવિશ હયાત દાઉદની ગર્લફ્રેન્ડ મનાય છે. તે દાઉદ કરતાં 27 વર્ષ નાની છે. બંનેના સંબંધ વિષે ચર્ચા ગયા વર્ષે શરૂ થઇ હતી. મહવિશને નાગરિક સમ્માન ‘તમગા-એ-ઇમ્તિયાજ’ આપવા અંગે વિવાદ પણ થયો હતો. દાઉદ મહવિશને એક આઇટમ સોંગમાં જોયા બાદ ફિદા થઇ ગયો હતો અને ત્યારબાદ તેણે મહવિશને કેટલાંય મોટા પ્રોજેક્ટસ અપાવામાં મદદ કરી. કહેવાય છે કે ડોનના ઇશારે જ હયાતને આ સમ્માન મળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement