ટીવીની 'નાગિન' હવે બૉલીવુડમાં, આ સ્ટાર એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે
રિપોર્ટ છે કે, ટીવી સ્ટાર તેજસ્વી પ્રકાશ આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં સ્ટાર એક્ટર આયુષ્યમાન ખુરાના સાથે રોમાન્સ કરતી દેખાશે. આ એક મોટા બજેટની ફિલ્મ હોવાનુ કહેવામા આવી રહ્યું છે.
મુંબઇઃ ટીવીની સ્ટાર એક્ટ્રેસ અને બિગ બૉસ 15નો ખિતાબ જીતનારી કન્ટેસ્ટન્ટ તેજસ્વી પ્રકાશ ફરી એકવાર ચર્ચામાં છે. ટીવી પર સુપરહીટ થયા બાદ હવે ફિલ્મોમાં પોતાની કિસ્મત ચમકાવવા માગી રહેલી એક્ટ્રેસેને એક મોટો પ્રૉજેક્ટ હાથ લાગ્યો છે. ટીવીની નાગિન બનીને દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવનાર તેજસ્વી પ્રકાશ ટુંક સમયમાં બૉલીવુડમા ડેબ્યૂ કરશે. રિપોર્ટ છે કે નાગિન 6 એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં કામ કરશે.
રિપોર્ટ છે કે, ટીવી સ્ટાર તેજસ્વી પ્રકાશ આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં સ્ટાર એક્ટર આયુષ્યમાન ખુરાના સાથે રોમાન્સ કરતી દેખાશે. આ એક મોટા બજેટની ફિલ્મ હોવાનુ કહેવામા આવી રહ્યું છે. પહેલીવાર તેજસ્વી પ્રકાશ પોતાના નવા પ્રૉજેક્ટને લઇને ચર્ચામાં આવી છે, સામાન્ય રીતે એક્ટ્રેસ પોતાની લવ લાઇફ અને બૉયફ્રેન્ડ કરણ કુન્દ્રાને લઇને જ લાઇમલાઇટમાં રહે છે.
તાજેતરના અહેવાલો અનુસાર, તેજસ્વી પ્રકાશને હાથ ફિલ્મ સ્ટાર આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માં હિરોઈન તરીકે પસંદ કરવામાં આવી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેજસ્વી પ્રકાશે નિર્દેશક રાજ શાંડિલ્યાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ માટે તેનું ઓડિશન આપ્યું છે. આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા સ્ટારર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નો પહેલો ભાગ વર્ષ 2019માં રિલીઝ થયો હતો. તે સમયે આ ફિલ્મ ઘણી હિટ સાબિત થઈ હતી. હવે ફિલ્મ નિર્માતા તેના બીજા ભાગની તૈયારી કરી રહ્યા છે. જેના માટે આયુષ્માન ખુરાનાનું બુકિંગ થઈ ચૂક્યું છે અને તેજસ્વીએ આ ફિલ્મની અભિનેત્રી માટે ઓડિશન આપ્યું છે.
View this post on Instagram
તેજસ્વી પ્રકાશને આ દિવસોમાં પ્રોજેક્ટ પર પ્રોજેક્ટ મળી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વીને એકતા કપૂર દ્વારા ‘રાગિણી MSS’નો આગામી હપ્તો ઑફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણી તેના માટે સંમત ન હતી. તેનું કારણ ફિલ્મની વિવાદાસ્પદ શૈલી હતી. આ પછી અભિનેત્રીને લઈને ‘ડ્રીમ ગર્લ 2’ માટે વાતચીત ચાલી રહી છે. આ માટે તેણે ઓડિશન પણ આપ્યું છે. જોકે મેકર્સે હજુ સુધી તેને ફાઈનલ કર્યું નથી. પરંતુ ખૂબજ સંભાવના છે કે આ ફિલ્મમાં અભિનેત્રીની એન્ટ્રી થઈ જશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો........
વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ
Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક
Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો
ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા