ED Action On Jacqueline: જેકલીન ફર્નાન્ડીઝ પર EDની મોટી કાર્યવાહી, સાત કરોડની સંપત્તિ જપ્ત, જાણો સમગ્ર મામલો
Jacqueline Fernandez News: સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનની 7 કરોડ 12 લાખ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે.
ED Action On Jacqueline Fernandez: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનની 7 કરોડ 12 લાખ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે.
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ તિહાર જેલની અંદરથી 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયું હતું. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશે બહેરીનમાં રહેતા જેકલીનના માતા-પિતા અને અમેરિકામાં રહેતી તેની બહેનને મોંઘી કાર આપી હતી. આ સિવાય તેના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા.
જેકલીને આ વાત સ્વીકારી હતી
તપાસ દરમિયાન ED દ્વારા જેકલીનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તે જ સમયે, જેક્લિને EDને કહ્યું હતું કે સુકેશે તેના પરિવારના સભ્યો અને પોતાને લાખો રૂપિયાની કિંમતનો ઘોડો સહિત મોંઘી ભેટ આપી હતી. આ સિવાય સુકેશે જેકલીનની આલીશાન હોટલોમાં રહેવાનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો.
જેકલીન અને સુકેશની ઘણી તસવીરો પણ સામે આવી હતી. સુકેશ હાલ તિહાર જેલમાં બંધ છે. તપાસ દરમિયાન, EDને જાણવા મળ્યું કે સુકેશ દ્વારા જેકલીનને આપવામાં આવેલી લગભગ 7 કરોડ રૂપિયાની સંપત્તિ ગુનાની મિલકત છે. આ પછી કાર્યવાહી કરીને એજન્સીએ જેકલીનની આ મિલકતો જપ્ત કરી લીધી છે.
Enforcement Directorate (ED) has attached assets worth Rs 7.27 crores of Bollywood actor Jacqueline Fernandez, in a money laundering case involving jailed conman Sukesh Chandrashekhar. The attached property is a fixed deposit: Sources
— ANI (@ANI) April 30, 2022
(File pic) pic.twitter.com/mQEZ8rkkju
આ પણ વાંચોઃ
દેશમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધારે નોંધાયા કેસ
Corona Cases China: ચીનમાં કોરોનાની સુનામી, એક જ દિવસમાં નોંધાયા ઓમિક્રોનના 20 હજારથી વધારે કેસ
Pfizer’s Paxlovid: ટેસ્ટમાં ફેલ થઈ ફાઇઝરની કોવિડ-19ની આ દવા, ન ઘટાડી શકી કોરોનાનું જોખમ
Elon Musk and Shubman Gill : શુભમન ગિલે એલોન મસ્કને Swiggy ખરીદવાની કરી અપીલ, મળ્યો આવો જવાબ