ED Summon: મહાદેવ એપ કેસમાં આજે હાજર થવા શ્રદ્ધા કપૂરને સમન્સ, રણબીર કપૂરે માંગ્યો સમય
ED Summon: કપિલ શર્મા અને એક્ટ્રેસ હુમા કુરેશી અને હિના ખાનને પણ મહાદેવ એપ કેસમાં અલગ-અલગ તારીખે સમન્સ મોકલવામાં આવ્યા છે,
ED Summon: અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ ગેમિંગ એપ સાથે સંકળાયેલા કેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેઓ એવા સ્ટાર્સમાં સામેલ છે જેમની મહાદેવ એપ પર પૂછપરછ કરવામાં આવશે જે કથિત રીતે ગેરકાયદે સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
રણબીર કપૂરે કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો છે. આજે શ્રદ્ધા કપૂર તેમની સામે હાજર થશે કે કેમ તેની કોઇ જાણકારી મળી નથી. કોમેડિયન-એક્ટર કપિલ શર્મા અને એક્ટ્રેસ હુમા કુરેશી અને હિના ખાનને પણ મહાદેવ એપ કેસમાં અલગ-અલગ તારીખે સમન્સ મોકલવામાં આવ્યા છે, એમ સૂત્રોએ ગઇકાલે જણાવ્યું હતું.
મહાદેવ ગેમિંગ એપ કેસ કથિત રીતે ગેરકાયદે સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. માહિતી અનુસાર, આ કંપની ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ક્રિકેટ, ટેનિસ બેડમિન્ટન, પોકર અને કાર્ડ ગેમ્સ સહિત ઘણી લાઈવ ગેમ્સ પૂરી પાડે છે. આ કેસમાં રણવીર કપૂર પર ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો આરોપ છે, જેના સંદર્ભમાં EDએ કાર્યવાહી કરી છે. એવું માનવામાં આવે છે કે રણવીરને આ પૈસા રોકડમાં મળ્યા છે. કપૂરે તપાસ માટે સમય માંગ્યો છે.
આ કેસમાં સેલિબ્રિટીઝનું નામ આરોપી તરીકે નથી, પરંતુ તેઓને એપના પ્રમોટર્સ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી ચૂકવણીની પદ્ધતિ અંગે પૂછપરછ કરવામાં આવશે. એજન્સીએ દાવો કર્યો છે કે રણબીર કપૂરે મહાદેવ એપને પ્રમોટ કરતી ઘણી જાહેરાતો કરી છે અને તેને મોટી રકમ મળી છે જે ગુનાની આવકમાંથી આપવામાં આવી હતી.
આ જ કારણે આ મામલે રણબીર કપૂરનું નામ સામે આવ્યું છે. કારણ કે ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં અભિનેતા મહાદેવે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરભ પર હવાલા દ્વારા સ્ટાર્સને પૈસા આપવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ આ સમન્સ રણબીર કપૂરને પૂછપરછ માટે મોકલવામાં આવ્યું છે. જોકે આ મામલામાં રણબીર કપૂર પહેલા બૉલીવૂડના 14 સ્ટાર્સના નામ સામે આવ્યા છે.
ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources
— ANI (@ANI) October 5, 2023
(file pics) pic.twitter.com/rKXxUgtucl
આ ચાર સેલેબ્સ સિવાય આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાણી, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પુલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને ક્રિષ્ના અભિષેક પણ ઈડીની રડાર પર છે.
રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીમાં મહાદેવ બુક એપના પ્રમૉટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં બૉલીવૂડના કેટલાય સ્ટાર્સે હાજરી આપી હતી. સૌરભના લગ્ન દુબઈમાં ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નમાં પહોંચ્યા બાદ ઘણા સ્ટાર્સે પરફોર્મન્સ પણ આપ્યું હતું.
કંપનીના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ છત્તીસગઢના ભિલાઈના છે અને તેઓ દુબઈથી તેમની કામગીરી ચલાવે છે. તેઓ આવી ચાર-પાંચ એપ્સનું સંચાલન કરે છે અને દરરોજ આશરે 200 કરોડ રૂપિયાની કમાણી કરે છે તેવો તપાસ એજન્સીએ દાવો કર્યો હતો. તેઓ નવા યુઝર્સ અને ફ્રેન્ચાઇઝી શોધનારાઓને આકર્ષવા માટે સટ્ટાબાજીની વેબસાઇટ્સની જાહેરાતો માટે ભારતમાં રોકડમાં મોટો ખર્ચ કરે છે.ગયા મહિને મહાદેવ સટ્ટાબાજીની એપના સંબંધમાં મુંબઈ, કોલકાતા અને ભોપાલમાં 39 સ્થળોએ દરોડા દરમિયાન 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.