શોધખોળ કરો

એકતા કપૂર અને તુષાર કપૂરે હજુ સુધી કેમ નથી કર્યા લગ્ન, જીતેન્દ્રની પુત્રીએ પોતે જ જણાવ્યું કારણ

Ekta Kapoor Wedding: પ્રખ્યાત ટીવી નિર્માતા એકતા કપૂર અને તેના ભાઈ તુષાર કપૂર બંનેએ આજ સુધી લગ્ન કર્યા નથી. એકતાએ તાજેતરમાં જ કારણ જાહેર કર્યું.

Ekta Kapoor Wedding: ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ 30 વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે. એકતા તેની સીરિયલ્સના કારણે તો લાઈમલાઈટમાં રહે જ છે, પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ તે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. એકતાના લગ્ન લોકો માટે સૌથી મોટો 'ટોક ઓફ ધ ટાઉન' વિષય રહ્યો છે, જોકે તેણે ક્યારેય આવા સવાલોને મહત્વ આપ્યું નથી.

એકતાનું પ્રથમ પોડકાસ્ટ

તાજેતરમાં એકતા કપૂર ઉષા કાકડેના પોડકાસ્ટ 'Known Unknown' માં સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે પોતાની કરિયરથી લઈને ટીવી શો અને કાસ્ટિંગ વિશે ખુલીને વાત કરી. આ જ પોડકાસ્ટમાં પહેલીવાર એકતાએ ખુલાસો કર્યો કે તેણે અને તેના ભાઈ તુષારે આજ સુધી લગ્ન કેમ નથી કર્યા. એકતાએ જણાવ્યું કે લગ્ન કરતા કામમાં વ્યસ્ત રહેવું તેમને વધુ યોગ્ય લાગ્યું, તેથી બંને ભાઈ-બહેને લગ્ન કર્યા નથી.

પિતા બન્યા પ્રેરણા

એકતાએ જણાવ્યું કે જ્યારે તે 18 કે 19 વર્ષની હતી ત્યારે તેના પિતા જિતેન્દ્રએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "કંઈક કામ કર, નહીંતર હું તારા લગ્ન કરાવી દઈશ." પપ્પાની આ જ વાત એકતા માટે પ્રેરણા બની ગઈ અને તેણે લગ્નથી બચવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું. એકતાએ કહ્યું, "તે સમયે હું મારી જિંદગીનો ભરપૂર આનંદ માણી રહી હતી. મારા મગજમાં બસ એ જ હતું કે મારે કામ કરવું છે અને કોઈ પણ સંબંધ કે બંધનમાં પડવું નથી."

ભાઈ-બહેન બંનેનો એક જ નિર્ણય

માત્ર એકતા જ નહીં પરંતુ તેના ભાઈ તુષાર કપૂરે પણ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. બંને ભાઈ-બહેન કામમાં એટલા ડૂબી ગયા કે તેમને લગ્નનો વિચાર પણ ન આવ્યો. એકતાએ જણાવ્યું કે એકવાર આ બાબતે જિતેન્દ્ર સાથે ખુલીને વાત થઈ હતી અને તેના પિતાએ કહ્યું હતું કે, "તમારા બંનેમાંથી કોઈ એક તો લગ્ન કરો." ત્યારે એકતાએ તેમને પૂછ્યું કે તેઓ આવું કેમ ઈચ્છે છે, તો જવાબ મળ્યો - "બાળક". આથી, એકતા અને તુષાર બંનેએ પોતાના માતા-પિતાને પૌત્ર-પૌત્રી આપી દીધા અને લગ્ન વગર જ માતા-પિતા બનવાનું નક્કી કર્યું.

તમને જણાવી દઈએ કે એકતા કપૂરને એક દીકરો છે જેનું નામ તેણે રવિ રાખ્યું છે. આ નામ તેણે તેના પિતા જિતેન્દ્રના નામ પરથી રાખ્યું છે, કારણ કે અભિનેતા જિતેન્દ્રનું સાચું નામ રવિ જ છે. બીજી તરફ, તુષાર કપૂરને પણ એક દીકરો છે જેનું નામ લક્ષ્ય છે. બંને ભાઈ-બહેને આ માટે સરોગસી (ટેસ્ટટ્યુબ મેથડ) નો ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget