(Source: ECI/ABP News/ABP Majha)
Lal Singh Chaddha ફિલ્મ જોતા જ ભડક્યો ઇંગ્લેન્ડનો આ ક્રિકેટર, ટ્વીટ કરીને લખ્યું- 'બોયકૉટ કરો, અપમાન થયુ'
આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ બાદ સતત વિવાદોમાં ઘેરાઇ છે. ખરેખરમાં આ ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદથી જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ ગઇ હતી.
Lal Singh Chaddha: આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ બાદ સતત વિવાદોમાં ઘેરાઇ છે. ખરેખરમાં આ ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદથી જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ ગઇ હતી. એટલુ જ નહીં પણ સોશ્યલ મીડિયા પર સતત બોયકૉટ ટ્રેન્ડ થતુ રહ્યુ છે. હવે આ મામલે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મૉન્ટી પાનેસરે ગુસ્સો ઠાલવ્યો છે. મૉન્ટી પાનેસર આમિર ખાન અને કરિના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બાદ ખુબ ગુસ્સે થઇ ગયો છે.
'ભારતીય સેના અને સિખોનું અપમાન' -
ખરેખરમાં, ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મૉન્ટી પાનેસરનુ માનવુ છે કે, આ ફિલ્મ ભારતીય સેના અને સિખોનુ અપમાન કરે છે. હવે તેને ટ્વીટર પર પોતાની ભડાશ કાઢી છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- આ ફિલ્મ સિખો અને ભારતીય સેનાનુ અપમાન કરે છે, આ ઉપરાંત પૂર્વ ઇંગ્લિશ ખેલાડીએ #BoycottLalSinghChadda નો પણ ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મૉન્ટી પાનેસર ભારતીય મૂળનો ક્રિકેટર છે. તેને ઇંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ અને 26 વનડે ઇન્ટરનેશનલ મેચમાં ક્રમશઃ 167 અને 24 વિકેટ પોતાના નામે કરી છે.
Forrest Gump fits in the US Army because the US was recruiting low IQ men to meet requirements for the Vietnam War. This movie is total disgrace to India Armed Forces Indian Army and Sikhs !!Disrespectful. Disgraceful. #BoycottLalSinghChadda pic.twitter.com/B8P2pKjCEs
— Monty Panesar (@MontyPanesar) August 10, 2022
'હૉલીવુડ ફિલ્મનો મતલબ બને છે, પરંતુ....'
ઉલ્લેખનીય છે કે વર્ષ 1994માં હૉલીવુડ ફિલ્મ 'ફૉરેસ્ટ ગમ્પ' આવી હતી. લાલ સિંહ ચઢ્ઢા તે ફિલ્મની રીમેક છે. ખરેખરમાં આ ફિલ્મમાં એક ઓછી આઇક્યૂ વાળો શખ્સ અમેરિકન સેનામાં ભરતી થાય છે. મૉન્ટી પાનેસર અનુસાર, હૉલીવુડ ફિલ્મનો મતલબ બને છે કેમ કે વિયેતનામ વૉર માટે જરૂરિયાત પુરી કરવા માટે અમેરિકન સેના લૉ આઇક્યૂ વાળા શખ્સને સેનામાં સામેલ કરી રહી હતી, પરંતુ બૉલીવુડમાં આ ફિલ્મનો કોઇ મતલબ નથી. આ ફિલ્મ સિખો અને ભારતીય સેનાનુ અપમાન કરે છે.
આ પણ વાંચો...........
Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું