કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધા બાદ પણ ફરાહ ખાનને થયો કોરોના
કોરોનાનો કહેર હજુ સુધી ખત્મ થયો નથી. એક રિપોર્ટ અનુસાર કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન (Farah Khan)ને કોરોનાનો ચેપ લાગ્યો છે
મુંબઇઃ કોરોનાનો કહેર હજુ સુધી ખત્મ થયો નથી. એક રિપોર્ટ અનુસાર કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન (Farah Khan)ને કોરોનાનો ચેપ લાગ્યો છે. નોંધનીય છે કે ફરાહ ખાને કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધા છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે તે જલદી સ્વસ્થ થઇ જશે. ફરાહે કોરોના પોઝિટીવ હોવાની જાણકારી ઇન્સ્ટાગ્રામ મારફતે આપી હતી. નોંધનીય છે કે તે હાલના દિવસોમાં એક કોમેડી શો જજ કરતી જોવા મળી રહી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ફરાહ જ્યાં સુધી સ્વસ્થ નહી થાય ત્યાં સુધી સિંગર મીકા સિંહ તેના બદલે શોમાં જજની ભૂમિકામાં જોવા મળશે.
ફરાહે કેટલાક કલાક અગાઉ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે કોરોના થયો હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, મને આશ્વર્ય થઇ રહ્યો છે કે આ એટલા માટે થયું કારણ કે મે કાળુ ટપકું કર્યું નહોતું. જ્યારે મે વેક્સિનના બંન્ને ડોઝ લઇ લીધા છે અને હું એ લોકો સાથે જ કામ કરી રહી છું જેઓ વેક્સિનના બંન્ને ડોઝ લગાવી ચૂક્યા છે. તેમ છતાં હું કોરોના પોઝિટીવ આવી છું. જેના પણ હું સંપર્કમાં આવી છું. એ તમામને મે જાણકારી આપી દીધી છે. તેમ છતાં કોઇને જાણકારી આપવાનું ભૂલી ગઇ હોય તો પોતાનો ટેસ્ટ કરાવી લે. આશા છે કે જલદી સ્વસ્થ થઇ જઇશ.
ફરાહ ખાને તાજેતરમાં જ અનેક રિયાલિટી શોનું શૂટિંગ કર્યું છે. તેમણે ડાન્સિસ રિયાલિટી શો સુપર ડાન્સર 4માં શિલ્પા શેટ્ટી સાથે શૂટ કર્યું હતું. શોનો પ્રોમો પણ જાહેર કરાયો છે જેમાં તે શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે ફરાહ ખાને કૌન બનેગા કરોડપતિ 13 માટે એક સ્પેશ્યલ એપિસોડ પણ શૂટ કર્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ફિલ્મમેકર રૂમી જાફરી પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા.