શાહરૂખ ખાને કહ્યું, અક્ષય કુમારની સાથે ક્યારેય નહીં કરૂ કામ, દર્શાવ્યું આ કારણ
શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “અક્ષય કુમાર સાથે હું ક્યારેય કામ નહીં કરું." જણાવ્યું આ કારણ
ઇન્ડસ્ટ્રીમાં 3 દશકથી વધુ સમય વિતાવ્યો હોવા છતાં શાહરૂખ ખાન અન અક્ષય કુમાર બહુ ઓછી ફિલ્મમાં જોવા મળે છે. બંનેએ 1997ની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં એક સાથે કામ કર્યું હતું. જો કે ત્યારબાદ આટલા વર્ષમાં બંનેના ફિલ્મમાં ક્યાં સાથે જોવા મળ્યાં નથી.
શાહરૂખ અને અક્ષય એક જ ફિલ્મમાં સાથે જોવા મળે તેની શક્યતા બહુ ઓછી જોવા મળી રહી છે.બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અને અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય આર્ટિસ્ટ છે પરંતુ બંને બહુ ઓછી ફિલ્મમાં સાથે જોવા મળે છે.
શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવાનો મને કદાચ મોકો નહી મળે, કારણ કે, હું તેના જેટલું જલ્દી જાગી શકતો નથી. મારો હજુ ઉંઘવાનો સમય થયો હોય છે. તે સમય દરમિયાન તો તેની સવાર થઇ જાય છે. તો તેની સાથે કામ કરવું મુશ્કેલ છે”
શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું જ્યારે કામ શરૂ કરૂ ત્યાં સુધીમાં તો તેની બેગ પેક થઇ ચૂકી હોય છે. હું આ બધા જ મામલે થોડો અલગ છું. આપને એવા લોકો બહુ ઓછા જોવા મળશે. જે મોડી રાત્ર સુધી શૂટિંગ કરવાનું પસંદ કરે છે.
દિલ તો પાગલ હૈ ફિલ્મ દરમિયાનની એક થ્રોબેક ફોટો હાલ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં બંને સાથે ક્રિકેટ રમતાં જોવા મળે છે. જેમાં અક્ષય કુમાર બેટિંગ કરતાં જોવા મળે છે તો શાહરૂખ ખાન વેકિટ કિંપિગ કરતા નજરે પડે છે. આ ફ્રેન્ડલી મેચની તસવીર છે.
દિલ તો પાગલ હૈ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 1997માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ શાહરૂખ ખાનના કરિયરની શાનદાર ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને શાહરૂખ ખાનની અપોઝિટ માધુરી દિક્ષિત અને કરિશ્મા કપૂર હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મનો સોન્ગ પણ ખૂબ પોપ્યુલર થયા હતા.