T20 World Cup: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત ? જાણો કોને કોને મળી શકે છે તક
સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, 7 સપ્ટેમ્બરે 2021 ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. તેનાથી આઈપીએલ 2021માં પ્રદર્શનના આધારે કોઈ ખેલાડીને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ગયું છે
Team India Squad for 2021 T20 World Cup: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે તમામ દેશોને પોતાની ટીમ જાહેરાત કરવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન એવી જાણકારી મળી છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટી-20 વર્લ્ડ કપ માટે 7 સપ્ટેમ્બરે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેરાત કરી શકે છે.
IPLના દેખાવના આધારે નહીં થાય પસંદગી
સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, 7 સપ્ટેમ્બરે 2021 ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. તેનાથી આઈપીએલ 2021માં પ્રદર્શનના આધારે કોઈ ખેલાડીને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ગયું છે અને પસંદગીકર્તા અને ટીમ મેનેજમેન્ટે પહેલા જ ખેલાડી નક્કી લીધા છે.
રિઝર્વ ખેલાડી તરીકે કોની થઈ શકે છે પસંદગી
રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં 15 ખેલાડી ઉપરાંત ત્રણ રિઝર્વ ખેલાડી પણ પસંગદ કરશે. રિઝર્વ ખેલાડી તરીકે પૃથ્વી શૉ, ઈશાન કિશન અને રાહુલ ચાહર યુએઈ જશે. જ્યારે સૂર્યકુમાર યાદવ, મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળી શકે છે.
ટી-20 વર્લ્ડકપમાં ભારતનું કેવું છે શિડ્યૂલ
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. જે બાદ ટીમ ઈન્ડિયા 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને 5 નવેમ્બરે સુપર 12માં ક્વોલિફાય કરનારી ટીમ (બી-1) સામે રમશે.
ટી-20 વર્લ્ડકપ માટે ભારતના સંભવિત 15 ખેલાડી
રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુઝવેંદ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ,મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ