શોધખોળ કરો
કોરોના વાયરસઃ 31 માર્ચ સુધી ફિલ્મ-સીયલસ કે એડનું શૂટિંગ પર લગાવાઇ પાબંદી, જાણો વિગતે
મીટિંગમાં બધાએ એક સૂરમાં કહ્યું હતુ કે શૂટિંગ સાથે સંકળાયેલા કારીગરોની જીવ અને સ્વાસ્થ્યથી વધુ અમારા માટે કંઇપણ નથી. જેથી અમે શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય લઇએ છીએ
મુંબઇઃ કોરોનાની અસર હવે સિને જગતમાં પર પણ પડી છે. કોરોના વાયરસને વધતો અટકાવવા અને તેના ખતરાને ધ્યાનમાં રાખીને 19થી લઇને 31 માર્ચની વચ્ચે હિન્દી ફિલ્મો, ટીવી સીરિયલ્સ, વેબ શૉ અને એડ ફિલ્મોની શૂટિંગને બંધ રાખવાનો મોટો નિર્ણય આજે મુંબઇમાં થયેલી એક બેઠકમાં લેવાયો છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE) અને ઇન્ડિયન મૉશન પિક્ચર્સ પ્રૉડ્યૂસર્સ એસોસિએશન (IMPPA), વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રૉડ્યૂસર્સ એસોસિએશન (WIFPA), ઇન્ડિયન ફિલ્મ એડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન (IFDTA) તથા ઇન્ડિયન ફિલ્મ એડ ટેલિવિઝન પ્રૉડ્યૂસર્સ કાઉન્સિલ (IFTPC) જેવી સંસ્થાઓની વચ્ચે IMPPAની ઓફિસમાં થયેલી એક મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનુસાર હવે 19થી 31 માર્ચની વચ્ચે કોઇપણ પ્રકારનુ શૂટિંગ નહીં થાય.
IFTDAના અધ્યક્ષ અશોક પંડિત, IMPPAના અધ્યક્ષ ટીપી અગ્રવાલ, IFTPCના અધ્યક્ષ જેડી મજીઠિયા, WIFAના અધ્યક્ષ સંગ્રામ શિર્કે અને FWICEના જનરલ સેક્રેટરી અશોક ડુબેએ આ મીટિંગમાં ભાગ લીધો હતો.
મીટિંગમાં બધાએ એક સૂરમાં કહ્યું હતુ કે શૂટિંગ સાથે સંકળાયેલા કારીગરોની જીવ અને સ્વાસ્થ્યથી વધુ અમારા માટે કંઇપણ નથી. જેથી અમે શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય લઇએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement