શોધખોળ કરો

veer zara: 20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે 'વીર ઝારા', ભારત સહિત દુનિયાના આ દેશોમાં ચાલશે શો

veer zara: શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર ફિલ્મ 'વીર ઝારા' તેની રિલીઝના 20 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર આ ફિલ્મ વિશ્વભરમાં ફરી રીલિઝ થઈ રહી છે. 12 નવેમ્બરે આ ફિલ્મ તેની રિલીઝના 20 વર્ષ પૂર્ણ કરશે.

veer zara: શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર ફિલ્મ 'વીર ઝારા' 20 વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. દિગ્દર્શક યશ ચોપરાની ગ્લોબલ બ્લોકબસ્ટર વીર ઝારા 7 નવેમ્બરથી 600 સ્ક્રીન પર આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. તેનું પ્રીમિયર પણ પ્રથમવાર સાઉદી અરેબિયામાં થશે. આ પછી તેના શો ઓમાન અને કતારમાં પણ ચાલશે. શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જી અભિનીત વીર ઝારા એ અત્યાર સુધીની સૌથી મોટી હિટ ભારતીય ફિલ્મોમાંની એક છે. તે ભારતમાં, વિદેશમાં તેમજ વિશ્વભરમાં વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. હવે વીર ઝારા યુએસએ, કેનેડા, યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન, કતાર, બહેરીન, કુવૈત, યુકે, આયર્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિજીમાં ફરીથી રિલીઝ થશે. આ સાથે સિંગાપોર, મલેશિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ શો ચાલશે.

આ ફિલ્મ 12 નવેમ્બર 2004ના રોજ રિલીઝ થઈ હતી
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન સ્ટારર આ ફિલ્મ 12 નવેમ્બર 2004ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ 12મીએ 20 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ ખાસ અવસર પર આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ 23 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મે ભારતમાં 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 97 કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. આ ફિલ્મ તેના જમાનાની સૌથી સુપરહિટ ફિલ્મોમાંની એક છે. શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સાથે રાની મુખર્જી અને મનોજ બાજપેયી પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.

 તેને ફરીથી રિલીઝ કરવાનું કેમ નક્કી કર્યું?
ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશનના વાઈસ પ્રેસિડેન્ટ નેલ્સન ડિસોઝાએ જણાવ્યું હતું કે, 'વીર ઝારા વિશ્વભરમાં વિશાળ ફેન ફોલોઈંગ ધરાવે છે અને તેની 20મી વર્ષગાંઠ પર અમે તેને ફરીથી રિલીઝ કરી રહ્યાં છીએ જેથી ચાહકો ફરી એકવાર આ પ્રેમ કથાનો આનંદ લઈ શકે. ફિલ્મના 20મા વર્ષમાં, અમને સમજાયું કે વિશ્વભરના ચાહકો તેને ફરીથી મોટા પડદા પર જોવા માંગે છે.

ફિલ્મ ચાહકો માટે ખાસ ભેટ
તેણે વધુમાં કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર વધી રહેલા ઉત્સાહ અને દુનિયાભરના ફેન્સની વિનંતીઓને ધ્યાનમાં રાખીને અમે આ પગલું ભરવાનું નક્કી કર્યું છે. યશરાજ ફિલ્મ્સ તરફથી અમારા ચાહકો માટે આ એક ખાસ ભેટ છે.

આ પણ વાંચો....

પ્રભાસ સાથે પ્રેમની અફવા, છૂટાછેડા લીધેલા નિર્દેશક સાથે પણ નામ જોડાયું, આવી રહી છે બાહુબલી અભિનેત્રીની લવ લાઈફ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો

US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાહેબ હવે તો કાઢો મુહૂર્ત?Hun To Bolish : હું તો બોલીશ : ખીલે બાંધો ને ઢોરGandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, CMની અધ્યક્ષતામાં મળી ગૃહ વિભાગની બેઠકAccident Case: દિવાળ પર્વ સમયે 4 દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
US Election: ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
US Election Results 2024: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર, રિપબ્લિકન પાર્ટીને મળ્યો બહુમત, કમલાએ રદ્દ કરી સ્પીચ

Afro Asia Cup: વિરાટ-બાબર અને રોહિત-રિઝવાન એક જ ટીમમાં રમતા જોવા મળશે! 20 વર્ષ પછી આ ટુર્નામેન્ટની વાપસી?

Health Tips: સવારે ખાલી પેટે આ વસ્તુનું પાણી પીવાથી ફટાફટ ઘટશે વજન, સુગર રહેશે કંટ્રોલમાં

Gandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, સરકાર પ્રમોશન અંગે ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય

Embed widget