શોધખોળ કરો
Advertisement
અરબાઝ ખાન સાથે લગ્ન કરવાને લઇને તેની ગર્લફ્રેન્ડે તોડ્યું મૌન, પોતાના પ્લાન વિશે આપી જાણકારી
આ અગાઉ જોર્જિયા એન્ડ્રિયાએ અરબાઝ ખાસ સાથે પોતાના રિલેશન અને અરબાઝના દીકરા અને ભાઇ સલમાન ખાનને લઇને વાત કરી હતી
મુંબઇઃ ઇટાલિયન મોડલ અને એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમના લગ્નની ચર્ચા મીડિયામાં છવાયેલી રહે છે. જોર્જિયા એન્ડ્રિયાએ એક ઇન્ટરવ્યૂમાં અરબાઝ ખાન સાથે લગ્ન કરવાને લઇને વાત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, જોર્જિયા એન્ડ્રિયાનીએ કહ્યુ કે, લગ્નની અફવા આવતી રહે છે. આ અફવાઓ ત્યારે ઉઠે છે જ્યારે તમે કોઇ એવા વ્યક્તિ સાથે જોડાયેલા હોય જે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતા હોય. મેં અરબાઝ સાથે મિત્રતા કરી ત્યારે મે સ્વીકારી લીધું કે લોકો વાતો કરશે. મે અનેક ઇન્ટરવ્યૂ આપ્યા જેમાં મારી પર્સનલ લાઇફ વિશે પૂછવામાં આવ્યું છે. મે તમામનો જવાબ આપ્યો છે. પરંતુ લગ્નની વાત અફવા છે અને મને તેનાથી કોઇ ફેર પડતો નથી.
આ અગાઉ જોર્જિયા એન્ડ્રિયાએ અરબાઝ ખાસ સાથે પોતાના રિલેશન અને અરબાઝના દીકરા અને ભાઇ સલમાન ખાનને લઇને વાત કરી હતી. અરબાઝ સાથે પોતાના રિલેશનને લઇને તેણે કહ્યું હતું કે અરબાઝની પોઝિટિવિટી મને આગળ વધારે છે. તે મને હંમેશા બેલેન્સમાં રાખે છે. હું મારી દુનિયામાં રહું છું પરંતુ તે મને હંમેશા રિયલ દુનિયામાં રાખે છે. મને તેની સ્માઇલ પસંદ છે. આ અમને જોડીને રાખે છે. અમે તમામ સમયે મજામાં રહે છે અને હસતા રહીએ છીએ.
અરબાઝ સાથે લગ્ન કરવાને લઇને જોર્જિયા એન્ડ્રિયાએ કહ્યું હતું કે હાલમાં આ અંગે કાંઇ કહી શકીએ નહીં. જ્યાં સુધી બધુ નક્કી ના થઇ જાય ત્યાં સુધી કોઇ જાહેરાત કરીશું નહીં. જોર્જિયાએ અરબાઝના દીકરા અરહાન ખાનને લઇને વાત કરતા કહ્યુ કે, અરહાન સારો છે. તે પોતાના પિતા જેવો છે. અમે એકબીજા સાથે મજાક કરતા રહીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement