શોધખોળ કરો
Advertisement
ક્યા બે દિગ્ગજ ડિરેક્ટરે બૉલીવુડ છોડવાની કરી જાહેરાત, જાણો હવે પછી શું કરશે?
છેલ્લા કેટલાક દિવસોથી સુશાંતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને માફિયારાજની ચર્ચાઓને લઇને આ સેલિબ્રિટીઓ કંટાળી ગયા હતા
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વધુ બે સેલિબ્રિટીઓએ બૉલીવુડને અલવિદા કહી દીધુ છે. ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હા અને હંસલ મહેતાએ બૉલીવુડથી દુર થઇ ગયા છે. આ બન્નેએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુશાંતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને માફિયારાજની ચર્ચાઓને લઇને આ સેલિબ્રિટીઓ કંટાળી ગયા હતા.
ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હા જે સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યા કરતા હતા. તેમને તાજેતરમાં જ ટ્વીટ કરીને કહ્યુ છે કે, તેમને બૉલીવુડમાંથી રિઝાઇન કરી દીધુ છે. ટ્વીટરમાં લખ્યું- હું બૉલીવુડમાંથી રાજીનામુ આપુ છુ, આનો જે પણ મતલબ થતો હોય. એટલુ જ નહીં અનુભવ સિન્હાએ પોતાના ટ્વીટર હેન્ડલના નામની સાથે 'નૉટ બૉલીવુડ' પણ એડ કરી દીધુ છે.
અનુભવ સિન્હાના આ ટ્વીટ પર રિએક્ટ કરતાં સુધીર મિશ્રાએ ટ્વીટ કરીને પુછ્યુ કે તેમના હિસાબથી બૉલીવુડ શું છે? સુધીર મિશ્રાએ ટ્વીટ કર્યુ -બૉલીવુડ ક્યાં હૈ? મે તો અહીં સત્યજીત રે, રાજ કપૂર, ગુરદત્ત ઋત્વિક ધટક, બિમલ રૉય, મૃણાલ સેન, ઋષિકેશ મુખર્જી, કે આસિફ, આનંદ, જાવેદ અખ્તર, તપન સિન્હા, ગુલજાર, શેખર કપૂર, કેતન મહેતા, ભારતન અને અરવિંદન વગેરેથી પ્રેરિત સિનેમાનો ભાગ બનવા આવ્યો હતો, હું હંમેશાથી ત્યાં હતો.
આના જવાબમાં અનુભવ સિન્હાએ ટ્વીટ કરીને કહ્યું- ચલો બૉલીવુડ સે બહાર હિન્દી ફિલ્મે બનાતે હૈ. તેમને લખ્યું- ચલો દો લોગ બૉલીવુડ સે બહાર, અપન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મે રહ કે ફિલ્મે બનાયેંગે, યે લે અપની લકુટી કમ્બરિયા, બહુત હી નાચ નચાયો.....
અનુભવ સિન્હાએ જ નહીં તેની સાથે નિર્દેશક હંસલ મહેતાએ પણ બૉલીવુડને છોડવાની જાહેરાત કરી દીધી છે. હંસલ મહેતાએ એક ટ્વીટમાં કહ્યું- છોડ દિયા, યે કભી પહેલે સ્થાન પર થા હી નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement