Birthday Special: 10 વર્ષ પહેલા ફ્લૉપ ફિલ્મથી કરી હતી શરૂઆત, આજે બની ગયો છે બૉક્સ ઓફિસનો કિંગ, જાણો એક્ટરની કહાણી
ફિલ્મની સફળતા બાદ, તે કેટલાય પ્રકારની ભૂમિકાઓમાંથી સિલેક્ટ કરી શકતો હતો, તેને 'લુકા છુપી' અને 'પતિ પત્ની ઔર વો' જેવી ફિલ્મોથી અભિનય શરૂ કર્યો
Kartik Aaryan Birthday: બૉલીવુડના ચૉકલેટ બૉય કાર્તિક આર્યન આજે પોતાનો 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે, એક આઉટસાઇડર હોવાના કારણે કાર્તિક આર્યન માટે આ મુકામ હાંસલ કરવો આસાન ન હતો. બૉલીવુડના શહજાદા એટલે કે કાર્તિક આર્યન આજે પોતાનો 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે તેની ફેમિલીએ તેને એક ખાસ સરપ્રાઇઝ આપી છે, આની તસવીર તેને શેર કરી છે.
ફિલ્મની સફળતા બાદ, તે કેટલાય પ્રકારની ભૂમિકાઓમાંથી સિલેક્ટ કરી શકતો હતો, તેને 'લુકા છુપી' અને 'પતિ પત્ની ઔર વો' જેવી ફિલ્મોથી અભિનય શરૂ કર્યો. જે બન્ને વ્યવસાયિક રીતે સફળ રહી, આ પછી તેની 'ભૂલ ભૂલૈયા 2' એ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી, અને તેને બૉલીવુડના એ લિસ્ટર્સમાં સામેલ કરી દેવામાં આવ્યો. એક બહારની વ્યક્તિ હોવાના કારણે તેનો આ સફર આસાન ન હતો, કાર્તિક આર્યને ખુલાસો કર્યો હતો કે તે ફિલ્મોમાં ઓડિશન માટે તેને પોતાની કૉલેજના ક્લાસ પણ છોડી દીધા હતા, ત્યારે તેને મૉડેલિંગમાં પોતાની કેરિયર બનાવી. ત્રણ વર્ષ સુધી તે અસફળ ઓડિશન આપી રહ્યો હતો.
કાર્તિક આર્યને ખુલાસો કર્યો હતો કે તેની પાસે પૉર્ટફૉલિયો માટે પૈસા ન હતા, એટલા માટે તે ઓડિશન માટે ઉપયોગ કરવા માટે ખુદના ગૃપ ફોટોથી ક્રૉપ કરી લેતો હતો. બાદામાં તે ક્રિએટિંગ ચરકટર્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો, જોકે, આના વિશે તેને પોતાના માતા પિતાને જાણકારી ન હતી આપી. કાર્તિક આર્યને બતાવ્યુ કે તેને પોતાની પહેલી ફિલ્મ હાંસલ કર્યા બાદ પોતાના પરિવારને આ વિશે બતાવ્યુ હતુ, કાર્તિક જ્યારે પોતાના કૉલેડના થર્ડ ઇયરમાં હતો ત્યારે તેને લવ રંજનની દોસ્ત ફિલ્મ 'પ્યાર કા પંચનામા' મળી હતી.
તેને કહ્યું- "હું 12 લોકોની સાથે મુંબઇમાં ભાડાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ ગયો હતો, જે તમામ સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યાં હતા, ભાડુ ખુબ વધારે હતુ એટલા માટે આના બનાવી રાખવુ મુશ્કેલ હતુ, તે સ્થિતિમાં મે 'પ્યાર કા પંચનામા'નુ શૂટિંગ કર્યુ. કાર્તિક આર્યને બતાવ્યુ કે, ફિલ્મ 2011માં રિલીઝ થઇ અને મને આગળના વર્ષે તેની ટીમની સાથે મારી આગળની ફિલ્મ 'આકાશવાણી' મળી, પરંતુ તે ફિલ્મે સારુ પ્રદર્શન કર્યુ નહીં. આ પછી તેની માંની એક્ટિંગ પણ એક જુગાર હતો, એટલે પોતાનો અભ્યાસ પુરો કરવા માટે કહ્યું અને એક્ટરે 'પ્યાર કા પંચનામા' ના રિલીઝ બાદ પોતાની એન્જિનીયરિંગની ડિગ્રી પુરી કરી લીધી.
આ પછી તેને સુભાષ ઘાઇની 'કાંચીઃ ધ અનબ્રેકેબલ' મળી, જેને ફરીથી કૉમર્શિયલી સારુ પરફોર્ન્સ ના કર્યુ, આર્યને સવાલ કર્યો કે શું તે યોગ્ય રસ્તે છે, તે પછી આવેલી 'પ્યાર કા પંચનામા 2', જેના વિશે કહેવાયુ છે કે, આમાં ફરીથી ખોટા વિષય હતા અને બહુજ હાસ્યાસ્પદ હતી, આ પછી તેના હાથે 'સોનૂ કે ટીવૂ કી સ્વીટી' લાગી જેને એકવાર ફરીથી ફેન્સનુ દિલ જીતી લીધુ.