Happy Birthday ઐશ્વર્યા રાયઃ આજે 49મો જન્મદિવસ મનાવી રહી છે બ્યૂટીફૂલ ગર્લ Aishwarya Rai, જાણો લાઇફ ફેક્ટ્સ
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પહેલીવાર 2000 માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ના સેટ પર મળ્યા હતા. તે દિવસોમાં ઐશ્વર્યા અને સલમાન ખાનની લવસ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી.
Happy Birthday Aishwarya Rai: બૉલીવુડની સૌથી સુંદર અને બ્યૂટીફૂલ ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ છે, આજે એક્ટ્રેસ પોતાનો 49નો જન્મદિવસ એન્જૉય કરી રહી છે. વધતી ઉંમરમાં પણ એક્ટ્રેસનો લૂક વધુને વધુ નિખરી રહ્યો છે, એક્ટ્રેસ અત્યારે બચ્ચન પરિવારની વહુ છે, પરંતુ તેને પોતાની લાઇફમાં ઘણા ખરાબ દિવસો જોયા છે, કેટલીક વાર વિવાદોમાં પણ ફંસાઇ ચૂકી છે અને તેને લઇને અફવાઓ પણ ઉડી છે.
તેના લગ્નની વાતો પણ ખુબ ઉડી હતી, એક સમયે તે પોતાની લગ્નની અફવાઓને લઇને ગુસ્સે પણ થઇ ગઇ હતી. વર્ષ 2007માં તેને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના દીકરા અને એક્ટર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા, પરંતુ આ જ સમયે તેના લગ્ની એવી અફવા ઉડી કે એશ્વર્યા રાય બચ્ચને ઝાડ સાથે લગ્ન કરી લીધા છે. આ અંગે ખુબ એક્ટ્રેસે વર્ષ 2008નાં એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
એશ્વર્યા રાય બચ્ચનની લાઇફ વિશે વાત કરીએ તો, આજે તે પોતાનો 49મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે, તેનો જન્મ 1 નવેમ્બર, 1973માં કર્ણાટકાના મેંગ્લુરુંમાં થયો હતો. તેના માતા-પિતાનુ નામ બિન્દિયા રાય અને ક્રિષ્ણરાજ રાય છે, તેને બૉલીવુડ પહેલા સાઉથ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પહેલીવાર 2000 માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ના સેટ પર મળ્યા હતા. તે દિવસોમાં ઐશ્વર્યા અને સલમાન ખાનની લવસ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ, બાદમાં તેમના સંબંધ તૂટી ગયા. આ પછી ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાવા લાગ્યું અને બાદમાં ઐશ્વર્યાએ પણ વિવેક સાથે બ્રેકઅપ કર્યું. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007 માં ખૂબ જ ધામધૂમથી થયા. જે પછી, દેખીતી રીતે, ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ બની.લગ્નના 4 વર્ષ બાદ ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો.
એક્ટ્રેસે વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો, આ ઉપરાંત તેને વર્ષ 2009માં પદ્મ શ્રીથી પણ સન્માનિત કરવામાં આવી ચૂકી છે. એક્ટ્રેસની ફિલ્મી લાઇફની વાત કરીએ તો, તેને હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.