શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઉઠેલા વિવાદ પર અનિલ કપૂરના દીકરાએ તોડ્યું મૌન, શેર કરી પૉસ્ટ
હર્ષવર્ધન કપૂરનુ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા માટે બૉલીવુડના અન્ય લોકો પર આરોપ લગાવવો મુર્ખતા છે. તેને બૉલીવુડમાં ચાલી રહેલા વિવાદ પર પોતાના વિચારોને શેર કર્યા
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝમની ચર્ચા જાગી છે. કેટલાય લોકોએ સુશાંત સિંહની આત્મહત્યા માટે બૉલીવુડની પ્રૉડક્શન કંપનીઓ અને મોટા ફિલ્મમેકર્સને જવાબદારી ગણી રહ્યાં છે. આને લઇને કેટલીય જગ્યાએ કરણ જૌહર, સલમાન ખાન, એકતા કપૂર સહિતની હસ્તીઓ પર કેસ પણ નોંધાઇ ચૂક્યો છે. હવે આ મામલામાં અનિલ કપૂરના મોટો દીકરો અને એક્ટર હર્ષવર્ધન કપૂર પણ કુદી પડ્યો છે.
હર્ષવર્ધન કપૂરનુ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા માટે બૉલીવુડના અન્ય લોકો પર આરોપ લગાવવો મુર્ખતા છે. તેને બૉલીવુડમાં ચાલી રહેલા વિવાદ પર પોતાના વિચારોને શેર કર્યા. તેને ઇન્સ્ટાગ્રામ યૂઝરની એક પૉસ્ટ શેર કરી અને કહ્યું કે જેના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે, તે પણ કઠોળ પગલા ભરી શકે છે.
હર્ષવર્ધન કપૂરે પૉસ્ટ શેર કરતા લખ્યું- દિવગંત લોકો માટે નરમ રૂખ અને જીવીત લોકો માટે નફરત અપનાવવી આસાન છે. જો જીવીત વ્યક્તિ, જે આજે આપણી નફરતના ટાર્ગેટ છે, તો કાલે શું થશે? કાલે આપણે તેના માટે પણ નરમ રૂખ અપનાવીશુ? લોકો પર નફરત ફેલાવી રહ્યાં છે, અને તે લોકોના મોતની ઇચ્છા કરી રહ્યાં છે, જેનો આનાથી કોઇ સંબંધ નથી. શું આપણે આ રીતે આ દુનિયાને સારી બનાવીશુ?
સુશાંત સિંહ રાજપૂતે 2013માં ફિલ્મ કાઈ પો છેથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના કરિયર દરમિયાન તેણે શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, એમ એસ ધોની ધ અનટોલ્ટ સ્ટોરી, કેદારનાથ અને છિછોરે જોવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુશાંતની આગામી ફિલ્મ દિલ બેચારા પણ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ સિવાય સુશાંતની લવ લાઈફની વાત કરીએ તો તે અભિનેત્રી રિયા ચક્રબર્તી સાથે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહેતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement