એક વર્ષ પણ ના ટક્યો Honey Singh અને ટીના થડાનીનો સંબંધ, બંનેનું થયું બ્રેકઅપ! એકબીજાના ફોટા કર્યા ડિલીટ
Honey Singh: હની સિંહ અને ટીના થડાની અલગ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કપલનો સંબંધ એક વર્ષ પણ ટકી શક્યો નહીં અને તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.

Honey Singh Tina Thadani Break Up: ગાયક-રેપર યો યો હની સિંહ અને તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી-મૉડલ ટીના થડાની વચ્ચે બધુ બરાબર નથી. એવા અહેવાલો છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. તેઓએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે અને એકબીજા સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.
હની અને ટીનાનું થોડા દિવસો પહેલા બ્રેકઅપ થયું હતું
હિન્દુસ્તાન ટાઈમ્સના તાજેતરના અહેવાલ મુજબ બંનેનું થોડા દિવસો પહેલા બ્રેકઅપ થયું હતું અને હવે તેઓ અલગ રહે છે. જોકે તેમના બ્રેકઅપ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બંનેએ ગયા વર્ષે એપ્રિલમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. લવબર્ડ્સ બરાબર એક વર્ષ પછી અલગ થઈ ગયા.
હની અને ટીનાના રસ્તા અલગ હતા
રિપોર્ટ અનુસાર એક સૂત્ર તરફથી માહિતી મળી છે કે "તેઓ બંને જીવનમાં અલગ-અલગ વસ્તુઓ ઇચ્છતા હતા. જો કે, તેઓ હાલમાં બ્રેકઅપ સાથે પરિપક્વતાથી વ્યવહાર કરી રહ્યા છે. બંનેને નોર્મલ થવા માટે સમયની જરૂર છે. ટીનાનું દિલ તૂટી ગયું છે અને હવે તે તેના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બીજી તરફ હની સિંહ તેના બ્રેકઅપ વિશે વાત કરતા ખચકાયો નથી અને તેણે આ વિશે બધાને જાણ પણ કરી છે.
હનીએ એક ઈન્ટરવ્યુમાં બ્રેકઅપ વિશે હિંટ આપી હતી
આ પહેલા હનીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના બ્રેકઅપની હિંટ આપી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તે પ્રેમમાં પડ્યો ત્યારે તેણે આખું રોમેન્ટિક ડાન્સ આલ્બમ બનાવ્યું. પરંતુ કમનસીબે સંબંધ કામ ન કરી શક્યો અને તેઓએ આખું આલ્બમ પડતું મૂક્યું. હની સિંહે પૂર્વ પત્ની શાલિનીથી ગયા વર્ષે જ છૂટાછેડા લીધા હતા.
હની અને તેની પૂર્વ પત્ની શાલિની તલવારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં છૂટાછેડા લીધા હતા. તેઓએ 2011માં લગ્ન કર્યા હતા. બાદમાં તે ટીનાને ડેટ કરતો હોવાના અહેવાલો આવ્યા હતા.
સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેટ કરવાના સમાચાર પર પરિણીતિએ આપ્યું નિવેદન, જાણો એક્ટ્રેસે શું કહ્યું ?
Parineeti Chopra On Dating Rumours: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરાને કોઈ અલગ ઓળખની જરુર નથી. હાલમાં પરિણીતી ચોપરાની ફિલ્મી કરિયરને બદલે તેની અંગત લાઈફને લઈને ચર્ચામાં છે. ભૂતકાળમાં પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી. ત્યારથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંને ચર્ચામાં છે. આ દરમિયાન હવે પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગને લઈ નામ લીધા વિના મૌન તોડ્યું છે અને કહ્યું છે કે કેવી રીતે લોકોને તેના અંગત જીવનમાં વધુ રસ પડ્યો.
પરિણીતી ચોપરાએ ડેટિંગ રૂમર્ડ પર ખુલીને વાત કરી હતી
પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા થોડા સમય પહેલા ડિનર પર સાથે જોવા મળ્યા હતા. આ પછી પરિણીતી ચોપરા અને રાઘવ પણ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી અફવા ચાલી રહી છે કે પરિણીતી રાઘવને ડેટ કરી રહી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન પણ થવાના છે. દરમિયાન હવે પરિણીતી ચોપરાએ લાઈફસ્ટાઈલ એશિયાને કહ્યું છે કે-
'મીડિયાના માધ્યમથી મારી લાઈફ પર ચર્ચા કરવા અને ક્યારેક ક્યારેક વધુ પડતા પર્સનલ થવાના કારણે એક પાતળી રેખા હોય છે, અથવા તો અપમાનજનક માની લો. જો આવુ થાય તો હું સ્પષ્ટ કરીશ કે શું કોઈ ધારણાઓ બની રહી છે. જો તે જણાવવાની જરરુ નથી તો હું નહી કરીશ. જો કે આ દરમિયાન અભિનેત્રીએ રાઘવ ચઢ્ઢાનું નામ નથી લીધુ પરંતુ તેના નિવેદન પરથી અનુમાન લગાવી શકાય છે કે તે શું વાત કરી રહી છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
