શોધખોળ કરો
લૉકડાઉનના કપરાં સમયમાં ઋત્વિક રોશન ગરીબો-મજૂરોને રોજ આપશે ભોજન, NGO સાથે મિલાવ્યો હાથ
ઋત્વિક રોશન હવે રોજના 1.2 લાખ મજૂરો અને ગરીબોને રોજનુ ખાવાનુ આપશે. આ માટે તેને એક એનજીઓ સાથે હાથ મિલાવ્યો છે
![લૉકડાઉનના કપરાં સમયમાં ઋત્વિક રોશન ગરીબો-મજૂરોને રોજ આપશે ભોજન, NGO સાથે મિલાવ્યો હાથ hrithik roshan helps to poor people meals for daily લૉકડાઉનના કપરાં સમયમાં ઋત્વિક રોશન ગરીબો-મજૂરોને રોજ આપશે ભોજન, NGO સાથે મિલાવ્યો હાથ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/02012624/Hritik-roshan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ કોરોના વાયરસના કારણે દેશમાં સેલેબ્સ હવે ગરીબ પરિવારોની મદદે આવ્યા છે, કેટલાય લોકો એવા છે જેને લૉકડાઉનના સમયે ખાવા પીવાની તકલીફ પડી રહી છે, આવા લોકોની મદદથી હવે એક્ટર ઋત્વિક રોશન આવ્યો છે.
ઋત્વિક રોશન હવે રોજના 1.2 લાખ મજૂરો અને ગરીબોને રોજનુ ખાવાનુ આપશે. આ માટે તેને એક એનજીઓ સાથે હાથ મિલાવ્યો છે, કેમકે ઋત્વિક રોશન જાતે આ કરવામાં અસમર્થ છે.
ઋત્વિક રોશને એનજીઓ સાથે હાથ મિલાવીને 1.2 લાખ મજૂરો અને ગરીબોને મદદ કરવાનુ નક્કી કર્યુ છે. આ અંગે એનજીઓએ કહ્યું કે, અમને સાથે કામ કરવાની ખુશી છે, અમારા ફાઉન્ડેશન સાથે હવે સુપરસ્ટાર ઋત્વિક રોશનનુ નામ જોડાઇ ગયુ છે, સાથે મળીને અમે વૃદ્ધાશ્રમ, રોજિંદા મજૂરો અને ભારતભરમાં ઓછી આવક વર્ગના લોકોને 1.2 લાખ પૉષ્ટિક બનાવેલા ભોજનની સુવિધા આપીશુ. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
વળી, આના જવાબમાં ઋત્વિક રોશને લખ્યું- હું તમને એ સુનિશ્ચિત કરાવુ છું કે આપણા દેશમાં કોઇપણ ભૂખ્યુ ના ઉંઘે. તમે બધા અસલી સુપરહીરો છો.
અત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને પાંચ હજારને પાર પહોંચી ગઇ છે, અને 150 લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલ પરિસ્થિતિ વિકેટ બની રહી છે.
![લૉકડાઉનના કપરાં સમયમાં ઋત્વિક રોશન ગરીબો-મજૂરોને રોજ આપશે ભોજન, NGO સાથે મિલાવ્યો હાથ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/14224852/hritik-5-300x188.jpg)
![લૉકડાઉનના કપરાં સમયમાં ઋત્વિક રોશન ગરીબો-મજૂરોને રોજ આપશે ભોજન, NGO સાથે મિલાવ્યો હાથ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/05080243/1-hritik-roshan-files-29-pages-complaint-against-kangana-ranaut-in-police-300x212.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)