શોધખોળ કરો
Advertisement
ઋત્વિક રોશનના સંબંધીને આવ્યો કોરોના પૉઝિટીવ, આખા પરિવારને કરાયો ક્વૉરન્ટાઇન
ઋત્વિક રોશનની પત્ની સુઝૈન ખાનની બહેન, ફરાહ અલી ખાન જે જ્વેલરી ડિઝાઇનર છે, તેના ઘરમાં એક સ્ટાફ મેમ્બરને કૉવિડ-19 પૉઝિટીવ આવ્યો છે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોનાના એકપછી એક પૉઝિટીવ કેસ સામે આવી રહ્યાં છે, હવે રિપોર્ટ છે કે ઋત્વિક રોશનના સંબંધીને ત્યાં એક વ્યક્તિને કોરોના પૉઝિટીવ આવતા આખા પરિવારના ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. આ સંબંધી બીજુ કોઇ નહીં પણ ઋત્વિકની પત્નીની બહેનની સંબંધી છે.
ઋત્વિક રોશનની પત્ની સુઝૈન ખાનની બહેન, ફરાહ અલી ખાન જે જ્વેલરી ડિઝાઇનર છે, તેના ઘરમાં એક સ્ટાફ મેમ્બરને કૉવિડ-19 પૉઝિટીવ આવ્યો છે. આ વિશે માહિતી આપતા ડિઝાઇનર ફરાહ ખાને જણાવ્યુ કે, તેમના ઘરના બધા લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
તેને ટ્વીટ કરીને લખ્યું- કૉવિડ-19 સાથે જોડાયેલા સમાચાર આ વાયરસથી પણ ઝડપથી ફેલાય જાય છે. મારા ઘરમાં આજે એક સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત થયો છે. હું તેની સારવાર કરાવી રહી છું, આના કારણે અમારા ઘરના બધાનો ટેસ્ટ થયો છે, અને અમને ક્વૉરન્ટાઇનમાં રહેવાનુ કહેવામાં આવ્યુ છે.
દેશમાં કોરોનાના હાલ 11439 સંક્રમિત લોકો છે, અને 377 જેટલા લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion