Jaane Jaan Trailer: 'જવાન' ની રિલીઝ સાથે મોટા પડદા પર લોન્ચ થશે કરીનાની 'જાને જાન'નું ટ્રેલર!
કરીના કપૂર ખાનની ફિલ્મ 'જાને જાન' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જોવા મળશે.

Jaane Jaan Trailer: કરીના કપૂરની અપકમિંગ ક્રાઈમ થ્રિલર 'જાને જાન' 21 સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થવાનું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'ની રિલીઝ સાથે ટ્રેલર મોટા પડદા પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.
કરીના કપૂર ખાનની ફિલ્મ 'જાને જાન' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જોવા મળશે. હાલમાં જ 'જાને જાન'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કરીના, વિજય અને જયદીપની ઝલક જોવા મળી રહી છે. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
પિંકવિલામાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કરીના કપૂરની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સાથે એટેચ કરવામાં આવશે. એટલે કે 'જવાન' જોવા ગયેલા દર્શકો 'જાને જાન'નું ટ્રેલર મોટા પડદા પર જોઈ શકશે. આવી સ્થિતિમાં કરીના કપૂરના ફેન્સ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
કરીના અને શાહરૂખે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાન વચ્ચે સારી મિત્રતા છે અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં રા.વન, અશોકા, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો સામેલ છે. 2006 માં કરીના કપૂરે શાહરૂખ ખાનની ફિલ્મ ડોનમાં ખાસ ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મ કરીના કપૂર ખાનના જન્મદિવસ પર રિલીઝ થશે
'જાને જાને' એ જાપાની લેખક હિગાશિનો કીગોની 2005ની સૌથી વધુ વેચાતી નવલકથા ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત ફિલ્મ છે. તેનું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે. બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની આ ફિલ્મ નેટફ્લિક્સ પર તેના જન્મદિવસે એટલે કે 21 સપ્ટેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે. કરીના કપૂરના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
