શોધખોળ કરો

Sridevi Death Anniversary: જાણો શા માટે શ્રીદેવી દીકરીઓને વોશરૂમમાં નહોતી લગાવવા દેતી કુંડી, એક્ટ્રેસને હંમેશા રહેતો હતો આ ડર

Sridevi Death Anniversary: 24 ફેબ્રુઆરી એટલે કે આજે બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની પુણ્યતિથિ છે, આજે અમે તમને શ્રીદેવીની એવી એક ચિંતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તે હંમેશા ચિંતિત રહેતી હતી.

Sridevi was Protective About her Daughters: બોલિવૂડની લેડી સુપરસ્ટાર શ્રીદેવી નિઃશંકપણે આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેણીએ તેના ગીતો અને ફિલ્મો દ્વારા દર્શકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. શ્રીદેવીએ માત્ર 8 વર્ષની ઉંમરથી પોતાનું જીવન ફિલ્મી દુનિયાને સમર્પિત કરી દીધું હતું. શ્રીદેવીએ 54 વર્ષ સુધી 300 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હિટ રહી. જો શ્રીદેવી તેની ફિલ્મોને લઈને આટલી પ્રોટેક્ટિવ હતી, તો કલ્પના કરો કે તે તેની દીકરીઓ માટે કેટલી પ્રોટેક્ટિવ રહી હશે.

શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમને લોક કરવા નહોતી દેતી 

શ્રીદેવી અને બોની કપૂરને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર નામની બે સુંદર દીકરીઓ છે. 24 ફેબ્રુઆરી એટલે કે આજે શ્રીદેવીની પુણ્યતિથિ છે. પુણ્યતિથિના અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી એવી કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો. શું તમે જાણો છો કે શ્રીદેવીએ પોતાની દીકરીઓને વોશરૂમમાં ક્યારેય કુંડી નથી લગાવવા દીધી. જાણો શું કારણ હતું કે શ્રીદેવી પોતાની દીકરીઓ માટે આટલી ચિંતિત હતી.

માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા ના દીધું: જાહ્નવી 

મીડિયા સાથેની વાતચીતમાં જાહ્નવી કપૂરે તેની માતાની આ આદતની વાત કરી હતી અને કહ્યું કે મારી માતાએ મને અને મારી બહેનને ક્યારેય વોશરૂમને લોક કરવા દીધું ના હતું. તાળું લગાવવું તો દૂરની વાત છે, તેના રૂમના વોશરૂમમાં કોઈ લોક નહોતું. પોતાના ઘર વિશે વાત કરતા જાહવી કપૂરે કહ્યું હતું કે આ ઘર તેની માતાએ સુંદર રીતે શણગાર્યું છે પરંતુ આજ સુધી મારા બાથરૂમને લોક મારવામાં આવ્યું ન હતું કારણ કે માતાને ડર હતો કે હું બાથરૂમમાં જઈને છોકરાઓ સાથે વાત કરીશ. આ કારણે તેણે મને બાથરૂમને લોક મારવા દીધું ન હતું.

જાહ્નવી કપૂરને સતાવી રહી છે માતાની યાદ 

જ્હાવી કપૂરના ડેબ્યૂના થોડા મહિના પહેલા જ શ્રીદેવીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. શ્રીદેવીના નિધન પછી બોની કપૂર બંને દીકરીઓના માતા-પિતા બનીને દરેક સમયે તેમની સાથે ઉભા જોવા મળે છે. માત્ર બોની કપૂર જ નહીં, પરંતુ બોની કપૂરના પહેલા લગ્નના બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર પણ જાહવી અને ખુશીની સામે ઢાલ બનીને ઊભા જોવા મળે છે. આજે બધા શ્રીદેવીને યાદ કરી રહ્યા છે. દર વર્ષે દીકરી જાહ્નવી તેની માતાની યાદમાં આ દિવસને યાદ કરીને આંસુ વહાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget