![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જેસ્મિન ભસીન મહેશ ભટ્ટની ફિલ્મ સાથે બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રીલિઝ થશે. જેસ્મીન અને અલી ગોનીની બોન્ડિંગ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
![જેસ્મિન ભસીન મહેશ ભટ્ટની ફિલ્મ સાથે બોલિવૂડમાં કરશે ડેબ્યૂ Jasmin Bhasin set to make Bollywood debut with Mahesh Bhatt's upcoming film જેસ્મિન ભસીન મહેશ ભટ્ટની ફિલ્મ સાથે બોલિવૂડમાં કરશે ડેબ્યૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/bd6bd87e07c076aba1ea6a11a855dd86_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jasmin Bhasin Bollywood Debut: ટીવી એક્ટ્રેસ જેસ્મીન ભસીન બોલિવૂડ ડેબ્યૂ કરવા જઇ રહી છે. એક્ટ્રેસ ટશન-એ-ઇશ્ક અને નાગિન-4 માટે જાણીતી છે. એક્ટ્રેસ બિગ બોસ 14માં પણ જોવા મળી હતી. હાલમાં જેસ્મીનના કરોડો ચાહકો છે. જેસ્મીન જલદી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
જેસ્મીન ભસીન ફિલ્મ મેકર મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરશે. રિપોર્ટ અનુસાર, હાલમાં આ ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્ચું નથી. જેસ્મીન ભસીન જૂલાઇ મહિનામાં આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરશે. ફિલ્મને ઝી પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ ફિલ્મ મનીષ ચૌહાણ ડિરેક્ટ કરશે. મનીષની ડિરેક્ટર તરીકે ડેબ્યૂ ફિલ્મ હશે. તાજેતરમાં જ જેસ્મીન ભસીને તાજેતરમાં જ પોતાની પંજાબી ડેબ્યૂ ફિલ્મ હનીમૂન શૂટિંગ પુરુ કર્યું છે. જેમાં ગિપ્પી ગ્રેવાલ છે.
આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રીલિઝ થશે. જેસ્મીન અને અલી ગોનીની બોન્ડિંગ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બિગ બોસ દરમિયાન બંન્નેએ રિલેશનશીપમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
તાજેતરમાં જ અલી ગોનીએ વીડિયો શેર કરી સંકેત આપ્યા હતા કે તેઓ જેસ્મીન સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. અલી ગોનીએ કહ્યું કે મે અને જેસ્મીને માતાપિતાને જાણકારી આપી દીધી છે. અમે ખૂબ ખુશ છીએ. અલી અને જેસ્મીન ખૂબ સારા મિત્ર છે.
નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)