શોધખોળ કરો
ડ્રગ્સ મામલે કઇ વાતને લઇને જાવેદ અખ્તરે મીડિયાને આડેહાથે લીધુ, જાણો વિગતે
બૉલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ રેકેટને લઇને દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ કેસમાં કેટલાય એ-લિસ્ટર્સ બૉલીવુડ સ્ટાર્સન નામ પણ આવી રહ્યાં છે. આવામાં દિગ્ગજ અભિનેતા અને લેખક જાવેદ અખ્તરે સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ કરી દીધુ છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે

જાવેદ અખ્તર
મુંબઇઃ બૉલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ રેકેટને લઇને દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ કેસમાં કેટલાય એ-લિસ્ટર્સ બૉલીવુડ સ્ટાર્સન નામ પણ આવી રહ્યાં છે. આવામાં દિગ્ગજ અભિનેતા અને લેખક જાવેદ અખ્તરે સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ કરી દીધુ છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે, આ ટ્વીટમાં જાવેદ અખ્તરે કરણ જૌહરની પાર્ટી વાળા વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જાવેદ અખ્તરે મીડિયા પર કટાક્ષ કરતા લખ્યું- જો કરણ જૌહરે પોતાની પાર્ટીમાં કેટલાક ખેડૂતોને પણ બોલાવી લીધા હોત તો ટીવી ચેનલ્સની જિંદગી આસાન થઇ જતી. તેને ખેડૂતોના પ્રદર્શન અને કરણ જૌહરની પાર્ટીમાંથી એકને પસંદ કરવુ ના પડતુ. એવુ લાગે છે કે કરણની પાર્ટી આપણી ચેનલની બીજી સૌથી ફેવરેટ પાર્ટી છે. ખરેખર, કરણ જૌહરની વર્ષ 2019ની પાર્ટીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે, સ્ટાર્સે ડ્રગ્સ લીધેલુ છે. આ પાર્ટીમાં કેટલાય સ્ટાર્સ સહિત જાવેદ અખ્તરની દીકરી જોયા અખ્તર પણ સામેલ હતી. જાવેદ અખ્તરે આ પૉસ્ટમાં મીડિયા પર કટાક્ષ કરતા પોતાની વાત કહી હતી. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે જાવેદ અખ્તરે આ રીતે મીડિયાને પોતાનુ નિશાન બનાવ્યુ હોય. પરંતુ જાવેદ અખ્તર પોતાના આ અંદાજને લઇને જાણીતા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ વાંચો





















