શોધખોળ કરો
જયલલિતાના જન્મદિવસ પર જ કંગનાનો 'થલાઇવી' લૂક, તસવીરોમાં હુબહુ 'અમ્મા' જેવી લાગી......
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ કંગનાની ફિલ્મ થલાઇવી ત્રણ ભાષાઓમાં આવશે, અને આગામી 26 એપ્રિલે રિલીઝ થવાની છે
નવી દિલ્હીઃ જ્યારથી ફિલ્મ ‘થલાઇવી’ના મેકર્સે કંગના રનૌત પાસે ફિલ્મની જાહેરાત કરી છે, ત્યારથી લોકો આ ફિલ્મને જોવા માટે ઉત્સાહિત થઇ ગયા છે. ફેન્સ માને છે કે જયલલિતાની બાયૉપિક બૉક્સ ઓફિસ પર હિટ સાબિત થશે. કંગના પણ જયલલિતાની બાયૉપિક પર જબરદસ્ત કામ કરી રહી છે.
કંગના હવે જયલલિતા જેવો લૂક અને હવા-ભાવ મેળવવા માટે કમર કસી રહી છે. આજે જયલલિતાનો જન્મ દિવસ છે, ફિલ્મ ‘થલાઇવી’માંથી કંગનાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો, પ્રૉસ્થેટિકની મદદથી કંગનાએ બધાને ચોંકાવી દીધા હતા. કેમકે તસવીરોમાં કંગના હુબહુ જયલલિતા જેવી લાગી રહી હતી. સોશ્યલ મીડિયા પર આ તસવીર હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
કંગનાએ શેર કરેલી આ તસવીરમાં તે હુબહુ જયલલિતા જેવી લાગી રહી છે. સફેદ સાડી પહેરેલી છે, જેના પર લાલ અને કાળા રંગની પટ્ટીઓ છે. વાળમાં જુડો બનેલો છે, અને માથા પર લાલ ચાંદલો છે. સાથે મેચિંગ ઇયરરિંગ્સ પહેરેલી પણ છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ કંગનાની ફિલ્મ થલાઇવી ત્રણ ભાષાઓમાં આવશે, અને આગામી 26 એપ્રિલે રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement