શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતે કરણ જૌહર પર લખી 'નકલી દેશભક્તિ'ની કવિતા, જુઓ ટ્વીટસ.....
ગુંજન સંક્સેનાઃ ધ કારગિલ ગર્લ- ફિલ્મને લઇને એકબાજુ જ્હાન્વી કપૂરની પ્રસંશા થઇ રહી છે, ત્યારે બીજીબાજુ ભારતીય વાયુસેનાએ છબિ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે ફિલ્મ વિવાદોમાં ફસાઇ ગઇ છે
મુંબઇઃ અભિનેત્રી કંગના રનૌતે બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને ઇનસાઇડર-આઉટસાઇડરની ચર્ચામાં પોતાનો પક્ષ રાખ્યો છે, આમાં તેને કરણ જૌહર સહિત મોટા મોટા ફિલ્મમેકરોને ફિલ્મ માફિયા ગણાવી દીધા છે. હવે કંગનાએ કરણ જૌહર પર એક કવિતા લખી છે, અને તેની પ્રૉડક્શન કંપનીમાં બનેલી ગુંજન સંક્સેનાઃ ધ કારગિલ ગર્લ પર કટાક્ષ કર્યો છે. ફિલ્મને લઇને એકબાજુ જ્હાન્વી કપૂરની પ્રસંશા થઇ રહી છે, ત્યારે બીજીબાજુ ભારતીય વાયુસેનાએ છબિ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે ફિલ્મ વિવાદોમાં ફસાઇ ગઇ છે.
કંગના રનૌત ટીમે ટ્વીટર એકાઉન્ટ પર કરણ જૌહર પર કવિતા લખી- કરણ જૌહર પે શાયરી અર્જ હૈ, હમે નૈશનાલિઝમ કી દુકાન ચલાની હૈ મગર દેશભક્તિ નહીં દિખાની હૈ. પાકિસ્તાન સે વૉર વાલી ફિલ્મ બહુત પૈસા કમાતી હૈ, હમ ભી બનાયેંગે મગર ઉસકા વિલેન ભી હિન્દુસ્તાની હૈ. અબ થર્ડ જેન્ડર ભી આર્મી મે આ ગયા હૈ મગર કરણ જૌહર તુ કબ સમજેગા એક સેનાની સિર્ફ સેનાની હૈ....
કંગના રનૌત ટીમે ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લની પણ અલોચના કરી છે, ટીમે એક ટ્વીટમાં કહ્યું- ફિલ્મમાં નકલી દેશભક્તિ બતાવવામાં આવી છે. ફિલ્મમાં ગુંજન કેટલીય વાર કહે છે, હું મારા દેશને પ્રેમ નથી કરતી, હું માત્ર પ્લેન ઉડાવવાનુ જાણુ છું, આમાં ક્યાંય પણ દેશ માટે પ્રેમ નથી દેખાતો અને તે યુનિફોર્મનો કેટલો અર્થ સમજે છે.
વળી, બીજા એક ટ્વીટમાં કંગના રનૌત ટીમે લખ્યું- ગુંજન સક્સેના ફિલ્મમાં એક નાના રૉલ પર નજર નાંખી, જેમાં એક સૈનિકના જીવનની મોટી તસવીર અને સાર ગાયબ છે.આમાં ગુંજન સક્સેનાના વિરોધીઓને બરાબર સાબિત કરવામાં આવ્યા છે, જે કહે છે કે અમે અહીં ભારતમાતાની રક્ષા માટે છીએ, પરંતુ તું અહીં સમાન અવસર માટે આવી છો. ફિલ્મ અહીં જઇને ખતમ પણ થાય છે- ગુંજત જીતી જાય છે, પરંતુ ભારત હારી જાય છે.
પહેલા આ ફિલ્મ 13 માર્ચ 2020એ થિએટરોમાં રિલીઝ થવાની હતી. પછી કૉવિડ-19ના કારણે ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. જ્હાન્વી કપૂરની આ બીજી ફિલ્મ છે, તેને પહેલી ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement