શોધખોળ કરો
Advertisement
આ હૉટ એક્ટ્રેસના ઘટી રહ્યા છે રોજ 40 થી 50 હજાર ટ્વિટર ફોલોઅર, જાણો સુશાંત કેસ સાથે શું છે કનેક્શન?
તાજેતરમાંજ અભિનેત્રી કંગના રનૌતે પોતાનુ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ કરાવ્યુ છે, અને આ એકાઉન્ટને કંગનાની ડિજીટલ ટીમ મેનેજ કરી રહી છે. કંગના પોતાના ફેન્સની વચ્ચે ખુબ એક્ટિવ છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અને બૉલીવુડ ક્વિન કંગના રનૌતને લઇને એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. કંગનાને ખુદ કબલ્યુ છે કે તેના દરરોજ 40 થી 50 હજાર ફોલોઅર્સ ટ્વીટર પરથી ઘટી રહ્યાં છે. આજકાલ કંગના સુશાંત સિંહ રાજપૂત સુસાઇટ કેસને લઇને પોતાના સ્પષ્ટ નિવેદનો આપી રહી છે. જેના કારણે તે ચર્ચામાં છે.
તાજેતરમાંજ અભિનેત્રી કંગના રનૌતે પોતાનુ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ કરાવ્યુ છે, અને આ એકાઉન્ટને કંગનાની ડિજીટલ ટીમ મેનેજ કરી રહી છે. કંગના પોતાના ફેન્સની વચ્ચે ખુબ એક્ટિવ છે, તાજેતરમાંજ તેને એક ટ્વીટર ફોલોઅર ફેને કંગનાના તેની ઘટી રહેલા ફોલોઅર્સ વિશે પુછ્યુ ત્યારે કંગનાએ જવાબ આપ્યો હતો, અને ટ્વીટર સપોર્ટ્સ પર સવાલો ઉઠાવ્યા હતા.
કંગના રનૌતે જવાબ આપતા કહ્યું કે, હું માનુ છુ કે દરરોજ મારા 40-50 હજાર ફોલોઅર્સ ઘટી રહ્યાં છે, હું આ પ્લેસ પર એકદમ નવી છુ, પરંતુ આ કઇ રીતે કામ કરે છે. લોકો આવુ કેમ કરી રહ્યાં છે?
કંગનાએ ટ્વીટર પર નિશાન તાકતા લખ્યું- કે હું જોઇ રહી છુ કે રાષ્ટ્રવાદીઓને દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે, આ એક ષડયંત્ર છે, મે જોયુ કે હુ ગઇ રાત્રે એક મિલિયનની એકદમ નજીક હતી. હું એવા લોકોની માફી માંગુ છુ જે ઓટોમેટિકલી અનફોલો થઇ રહ્યાં છે, હું તેમને આ રીતે રોકીશ નહીં. ખાસ વાત છે કે સુશાંતના મૃત્યુ બાદ કંગના રનૌત અને તેની ટીમ બૉલીવુડ માફિયા પર નિશાન તાકી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement