BB15: સલમાન ખાન નહીં પણ આ સેલિબ્રીટી હોસ્ટ કરશે Bigg Boss OTT, સપ્તાહમાં સાત દિવસ 24 કલાક ચાલશે લાઈવ સ્ટ્રીમિંગ
અગાઉ માનવામાં આવતું હતું કે OTT પર શરુ થનાર બિગ બોસ (Bigg Boss OTT)ને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુકલા હોસ્ટ કરશે.
હાલમાં જ બગ બોસ ઓટીટીની જાહેરાત થઈ હતી. ફેન્સ જાહેરાત બાદથી ખૂબ જ એક્સાઈટેડ છે. આ શોને દેશના મોડા ડાયરેક્ટર પ્રોડ્યૂસર કરણ જોહર હોસ્ટ કરશે. કરણ જોહર છ સપ્તાહ ચાલનાર બિગ બોસ ઓટીટીના એન્કર હશે. બિગ બોસ ઓટીટીનું પ્રીમિયર 8 ઓગસ્ટ 2021નો રોજ વૂટ પર થશે.
બિગ બોસના ફેન્સને પ્રથમ વખત સંપૂર્ણ ડ્રામાને 24 કલાક સાતેય દિવસ લાઈવ જોવા મળશે. ઉપરાંત વૂટ પર એક કલાકનો એપિસોડ જોવા મળશે. દર્શકોને એક્સક્લૂસિવ કટ્સ, ચોબીસ કલાક કન્ટેન્ટ ડ્રોપ્સ અને પૂરી રીતે ઇન્ટરેક્ટિવ સેશન જોવાની તક પણ મળશે. વૂટ પર ડિજિટલ પ્રીમિયર પૂરું થાની સાથે જ બિગ બોસ 15 લોન્ચ થશે, જે કલર્સ પર ઓન એર થસે.
જોકે, અગાઉ માનવામાં આવતું હતું કે OTT પર શરુ થનાર બિગ બોસ (Bigg Boss OTT)ને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુકલા હોસ્ટ કરશે. પરંતુ શોના મેકર્સે શોને હોસ્ટ કરવા માટે હેવ કરણ જોહર પર પસંદગી ઉતારી છે. ઉલ્લેખનીય છે કે, બોગ બોસ હવે OTT પ્લેટફોર્મ વૂટ (Voot) પર સ્ટ્રીમ થશે.
બિગ બોસના ફેન છીએ
આ મામલે પ્રતિક્રિયા આપતા જોહરે જણાવ્યું કે, 'હું અને મારી માતા બિગ બોસ શોના મોટા ફેન છીએ અને અમે આ શોનો એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી.' કરણે કહ્યું, 'એક દર્શક તરીકે મને આ શો તેના ડ્રામાથી ભરપૂર મનોરંજન પીરસે છે. છેલ્લા કેટલાક દશકાઓથી મેં શોનું હોસ્ટિંગ કરવાનો આનંદ માણ્યો છે, હવે હું બિગ બોસ OTTને હોસ્ટ કરવાનો આનંદ માણીશ. આ શો ખરેખર ટોચ પર(over-the-top) હશે.'
View this post on Instagram
શો અંગે કરણ જોહરે જણાવ્યું કે, 'Bigg Boss OTTમાં મોટા પ્રમાણમાં નાટકીય એન્ટરટેનમેન્ટ જોવા મળશે. આશા છે કે હું મારા દર્શકો અને મિત્રો અપેક્ષાઓ પર ખરો ઉતરીશ અને વિકેન્ડ કે વાર(Weekend Ka Vaar)ને શોના પ્રતિસ્પર્ધીઓ સાથે મારા આગવા અંદાજ સાથે મનોરંજક બનાવીશ. જોકે, આ માટે તમારો થોડીક રાહ જોવી પડશે.'